સુરતમાં આપમાંથી ભાજપમા ગયેલા મહિલા કોર્પોરેટરની દોઢ મહિનામા જ ઘરવાપસી થઈ છે. સસ્પેન્ડેડ મહિલા કોર્પોરેટર કુંદનબેઠ કોઠીયાએ આપનો સાથ છોડીને ભાજપનો હાથ પકડ્યો હતો. તેઓ સુરતના અન્ય કોર્પોરેટરો સાથે આપ છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારે દોઢ મહિનામાં જ તેમણે ઘરવાપસી કરી છે. આવતીકાલે આપના મુખિયા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કુંદન કોઠીયાની ઘરવાપસી આપ માટે ખાસ બની રહી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનનાં વિદેશ મંત્રી કુરેશીએ કહ્યું, ‘સમય આવી ગયો છે, દેશની જનતાએ મોટો નિર્ણય લેવો જોઈએ’
શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ અમદાવાદમાં આવશે. બંને દ્વારા પૂર્વ અમદાવાદમાં ભવ્ય રોડ શો કરવામાં આવશે. ત્યારે કેજરીવાલના ગુજરાત પ્રવાસ દ્વારા કુંદન કોઠીયાની ઘરવાપસીના સમાચાર આપ માટે ખાસ બની રહ્યાં છે. ત્યારે સુરતના વોર્ડ નંબર 4 કોર્પોરેટર કુંદનબેન કોઠીયા પુનઃ આપમાં જોડાયા છે. દોઢ મહિના પહેલા આપમાંથી bjp માં જોડાયા હતા.
કુંદન કોઠીયાએ જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી મારી પાર્ટી છે. હું આનંદ અનુભવુ છું કે તેઓએ મને સ્વીકારી છે. ભાજપમાંથી પરત આવવાનું કારણ એ છે કે હું ખોટું સહન નથી કરી શકતી, ભાજપમાં સત્યનો અવાજ દબાવવામાં આવે છે. આજ કારણે મેં આપ મોવડી મંડળનો સંપર્ક કર્યો અને તેઓએ તુરંત મને સ્વીકારી હતી.
વધુમાં કહ્યું હતું કે, હું વોર્ડ લેવલે ચૂંટાઈ હતી, ભાજપમાં ઉપરના આદેશ સિવાય કોઈ કામ નથી કરી શકતા. અગાઉ મારા સાથી કોર્પોરેટર સાથે ગેરસમજ હતી, જે દૂર થઈ ગઈ છે. મારી વાયરલ થયેલી ઓડિયોક્લિપ સાચી હતી, પણ ભાજપે ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરી હતી. એ સમયે ભાજપે સોલ્યુશનની વાત કરી હતી, પણ ઉકેલ ન આવ્યો. જે ગેરસમજ હતી એ આપે દૂર કરી આપી છે.
આ પણ વાંચો:/ કોરોનાની ચોથી લહેર આવી શકે છે, IITના વૈજ્ઞાનિકે કર્યો આ દાવો
આ પણ વાંચો:નવજોત સિંહ સિદ્ધુએ મારામારીનો વીડિયો શેર કર્યો, કહ્યું, AAPની વિચારધારા ભગત સિંહ સાથે મેળ નથી ખાતી
