Not Set/ BJPના આ નેતાએ આપી ચીમકી, કહ્યું, “રાજ્યમાં સરકાર બની તો પશ્ચિમ બંગાળમાં પણ લાગુ કરાશે NRC”

કલકત્તા, આસામમાં લાગુ કરાયેલા નેશનલ રજીસ્ટર ઓફ સિટીજન (NRC)ના અંતિમ ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકો ગેરકાયદેસર સામે આવ્યા છે. આ મામલો સંસદમાં પહોચ્યો છે, ત્યારે હવે NRC મુદ્દે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આસામમાં જાહેર કરાયેલા NRCના અંતિમ ડ્રાફ્ટ બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ આ જ રીતે નાગરિકોની ઓળખ કરાવવા માટે વાત ભાજપના પ્રદેશ […]

Top Stories India Trending

કલકત્તા,

આસામમાં લાગુ કરાયેલા નેશનલ રજીસ્ટર ઓફ સિટીજન (NRC)ના અંતિમ ડ્રાફ્ટમાં ૪૦ લાખ લોકો ગેરકાયદેસર સામે આવ્યા છે. આ મામલો સંસદમાં પહોચ્યો છે, ત્યારે હવે NRC મુદ્દે રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

આસામમાં જાહેર કરાયેલા NRCના અંતિમ ડ્રાફ્ટ બાદ હવે પશ્ચિમ બંગાળમાં પણ આ જ રીતે નાગરિકોની ઓળખ કરાવવા માટે વાત ભાજપના પ્રદેશ અધ્યક્ષે કહી છે.

બંગાળમાં પણ લાગુ કરાશે NRC

બંગાળ ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું છે કે, “રાજ્યમાં જો ભાજપની સરકાર આવે છે તો આસામની જેમ જ બંગાળમાં પણ નેશનલ રજીસ્ટર ઓફ સિટીજન (NRC) જાહેર કરવામાં આવશે. અમે લોકો ગેરકાયદેસર રીતે લોકોને બાંગ્લાદેશ પાછા મોકલીશું. આવનારા દિવસો મુશ્કેલી ભર્યા છે. અમે લોકો કોઈ પણ ગેરકાયદેસર પ્રવાસીઓને પશ્ચિમ બંગાળમાં સહન નહીં કરીએ”.

આસામમાં જાહેર કરાયેલા NRC મુદ્દે સમર્થન આપતા તેઓએ જણાવ્યું, “કેટલાક નેતા “ઘડિયાળી આંસુ વહાવી રહ્યા છે, કારણ કે તેઓને પોતાની વોટ બેંકની રાજનીતિને સમાપ્ત થવાનો અંદેશો છે”.

અવૈધ લોકોનું સમર્થન કરનારા લોકોને પણ કઢાશે બહાર

આ ઉપરાંત તેઓએ એટલી હદ સુધી કહ્યું છે કે, “જે લોકો ગેરકાયદેસર પ્રવાસીઓનું સમર્થન કરે છે, તેઓને પણ દેશમાંથી બહાર કાઢવામાં આવશે”

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટના આદેશ પર NRC લાગુ કરવામાં આવ્યું છે. આ જ કોંગ્રેસ જ હતી તેઓએ NRCનો વિચાર રજુ કર્યો હતો. હવે તેઓ વિરુધ બોલી રહ્યા છે”.

આસામમાં NRCના ડ્રાફ્ટમાં સામે આવ્યા ૪૦ લાખ ગેરકાયદેસર લોકો

મહત્વનું છે કે, આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીજન (NRC)નો અંતિમ ડ્રાફ્ટ સોમવારે રજૂ કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ મુજબ, અસમમાં કાયદેસર નાગરિકતાની માટે 3 કરોડ ૨૯ લાખ ૯૧ હજાર ૩૮૪ લોકોએ એનઆરસીમાં અરજી કરી હતી, પરંતુ એમાંથી બે કરોડ ૮૯ લાખ ૮૩ હજાર લોકોને કાયદેસરના નાગરિક માની લેવામાં આવ્યા છે, જયારે ૪૦ લાખ લોકોને ગેરકાયદેસર નાગરિક ગણવામાં આવ્યા છે.