વડોદરા,
વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના જમાઈને માર મારવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ઝડપાયેલો આરોપી ભરવાડ સમાજનો હતો અને તેને લઈને ધારાસભ્યના ઈશારે પોલીસ દ્વારા ભરવાડ સમાજના અન્ય લોકો પર પણ દમન આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ત્યારે ભરવાડ સમાજના આગેવાનો ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટને તેમણે રજૂઆત કરી હતી.
તેમનું કહેવું છે કે, જે આરોપીઓ હતા તેમને લોકઅપ બહાર કાઢીને પોતાને સોંપી દેવાની ફરિયાદીઓએ માગણી કરી હતી. આ ઉપરાંત ભરવાડ સમાજના અન્ય રિક્ષા ચાલકો પર પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. જેને લઈને ભરવાડ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
