Mehsana news/ કડીમાં તળાવમાં ડૂબી જતા 3 યુવાનોના મોત

સુરજ ગામના તળાવમાં ત્રણ યુવાનો ન્હાવા માટે ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીમાં જતા ત્રણેય યુવાનો ડૂબી (Drowning)ગયા હતા

Top Stories Gujarat Others
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સુરજ ગામે તળાવમાં ડૂબી જવાથી (Drowning)ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે

Mehsana News : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના સુરજ ગામે તળાવમાં ડૂબી જવાથી (Drowning)ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે. જન્માષ્ટમીના દિવસે ત્રણેય મિત્રો ફરવા નીકળ્યા હતા અને બાદમાં તળાવમાં ન્હાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરજ ગામના તળાવમાં ત્રણ યુવાનો ન્હાવા માટે ઉતર્યા હતા. તળાવના ઊંડા પાણીમાં જતા ત્રણેય યુવાનો ડૂબી (Drowning)ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર ટીમે ભારે જહેમતે મૃતદેહો બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તળાવમાં રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મિત્રો સાથે બનેલી આ ઘટનાને પગલે સુરજ ગામમાં શોકનો માહોલ છવાયો છે.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ

ફાયર ટીમ દ્વારા મૃતદેહો બહાર કાઢ્યા બાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. ત્રણેય યુવાનોના મોત કેવી રીતે થયા તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

જન્માષ્ટમીના દિવસે દુઃખદ ઘટના

જન્માષ્ટમીના પર્વે ત્રણ મિત્રો ફરવા નીકળ્યા હતા, પરંતુ તળાવમાં ન્હાવા જવું તેમના માટે જીવલેણ સાબિત થયું. એકસાથે ત્રણ યુવાનોના મોતથી તેમના પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.


આ પણ વાંચો : ખેડબ્રહ્મામાં સાબરમતી નદીમાં બે યુવાનોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો : સુરેન્દ્રનગરના નગરા ગામે કરુણ દુર્ઘટના: વોંકળામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 શ્રમિક યુવકોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો : કેશોદ વોટરપાર્કમાં બાળકનું ડૂબી જવાથી મોત