Not Set/ J & K : ૯ વર્ષની બાળકી સાથે જે પ્રકારે ક્રૂરતા આચરવામાં આવી, તે વાંચીને રહી જશો દંગ

શ્રીનગર, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ પર થઇ રહેલા દુષ્કર્મની ઘટનાઓમાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ગેંગરેપની અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ બાદ કાયદામાં ફેરફાર કરતા મોતની સજા ફટકારવાનું એલાન કરવામાં આવ્યું છે.પરંતુ ત્યારબાદ જાણે કાયદાઓનો કોઈ જ ખૌફ ન હોઈ તે જ પ્રકારની વધુ એક દર્દનાક ઘટના જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી આવી છે. જમ્મુ-કાશ્મીરના […]

Top Stories India Trending

શ્રીનગર,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી બાળકીઓ પર થઇ રહેલા દુષ્કર્મની ઘટનાઓમાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે. સરકાર દ્વારા ગેંગરેપની અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાઓ બાદ કાયદામાં ફેરફાર કરતા મોતની સજા ફટકારવાનું એલાન કરવામાં આવ્યું છે.પરંતુ ત્યારબાદ જાણે કાયદાઓનો કોઈ જ ખૌફ ન હોઈ તે જ પ્રકારની વધુ એક દર્દનાક ઘટના જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી આવી છે.

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં માત્ર ૯ વર્ષની બાળકી સાથે ગેગરેપ કર્યા બાદ ક્રૂરતાની તમામ સીમાઓ પાર કરવામાં આવી છે. આ બાળકી સાથે જે પ્રકારે હેવાનિયત આચાર્વમાં આવી તે જોતા એક તબક્કે માનવતા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

બાળકીના આંખો કાઢી આચરવામાં આવી ક્રુરતા

જમ્મુ-કાશ્મીર પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, “બાળકી સાથે ગેગરેપ કર્યા બાદ આરોપીઓ દ્વારા તેની આંખો કાઢવામાં આવી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં એસિડ નાખવામાં આવ્યું હતું.

જો કે માનવતાની તમામ હદો પાર કરતી આ ઘટના બાદ પોલીસ દ્બારા આ માસુમ બાળકીની સૌતેલી માં, સૌતેલા ભાઈ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બારામૂલાના SSP ઈમ્તિયાઝ હુસૈને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું, “બાળકી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ તેની આખો કાઢી નાખી હતી અને તેના પ્રાઈવેટ પાર્ટમાં એસિડ નાખ્યું હતું. પોલીસ દ્વારા હત્યામાં ઉપયોગ કરાયેલા હથિયાર અને એસિડ લાવવા માટે ઉપયોગ કરાયેલા પ્લાસ્ટિકની કેનને જપ્ત કરી લીધી છે”.

૨ સપ્ટેમ્બરના રોજ જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

national-9-year-girl-gang-raped-murdered-kashmir-eyes-gouged-private-parts-doused-acid

૨૩ ઓગષ્ટના રોજ બાળકીના ગુમ થવા અંગે તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. આ ફરિયાદમાં ટેપ દ્વારા બાળકીનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

જો કે ત્યારબાદ ૨ સપ્ટેમ્બરના રોજ આ બાળકીનો ક્ષત વિક્ષિત હાલતમાં મૃતદેહ નજીકના જંગલમાંથી મળી આવ્યો હતો.

સૌતેલીમાંની શત્રુતા બની બાળકીની હત્યાનું કારણ

પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે,પીડિતાની સૌતેલી માંને આ બાળકી પ્રત્યે દ્વેષની ભાવના હતી અને પોતાના પતિની બીજી પત્ની સાથેજી જલનની ભાવનાના કારણે તેની સાથે આ ક્રુરતા આચરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, અ પીડિતાની સૌતેલી માં તેને લઈને નજીકના જન્લમાં લઈને ગઈ હતી ને ત્યાં પોતાના પુત્ર અને અન્ય ત્રણે બાળકીની માણી હાજરીમાં આ ક્રુરતાને આચરવામાં આવી હતી.