Not Set/ પાકિસ્તાન જેલમાં ભારતીય માછીમારનું મૃત્યુ, પરિવારને નથી મળ્યો મૃતદેહ

ખબર મળી આવી છે કે પાકિસ્તાનની લાડી જેલમાં વધુ એક ભારતીયનું મૃત્યુ થઇ ગયું છે. મૃતક ભારતીય માછીમાર છે જેમનું નામ દેવાભાઈ રામાભાઈ બારૈયા છે. જે કોડીનાર તાલુકાનાં કોટડા ગામનાં રહીશ છે. છેલ્લા ત્રણ મહિનાથી માછીમારનો મૃતદેહ પાકિસ્તાનમાં હોવા છતાં પાકિસ્તાન દ્વારા મૃતકનાં પરિવારજનોને કોઈ જાણ કરવામાં નથી આવી. જો કે તેમના સાથી માછીમાર ચાવડા […]

Top Stories Gujarat

ખબર મળી આવી છે કે પાકિસ્તાનની લાડી જેલમાં વધુ એક ભારતીયનું મૃત્યુ થઇ ગયું છે. મૃતક ભારતીય માછીમાર છે જેમનું નામ દેવાભાઈ રામાભાઈ બારૈયા છે. જે કોડીનાર તાલુકાનાં કોટડા ગામનાં રહીશ છે. છેલ્લા ત્રણ મહિનાથી માછીમારનો મૃતદેહ પાકિસ્તાનમાં હોવા છતાં પાકિસ્તાન દ્વારા મૃતકનાં પરિવારજનોને કોઈ જાણ કરવામાં નથી આવી.

જો કે તેમના સાથી માછીમાર ચાવડા દેવજીએ પત્ર લખીને મૃતકના પરિવારજનોના આ અંગે જાણ કરી હતી. જેના કારણે પરિવારમાં દુઃખનો માહોલ સર્જાઇ ગયો છે. મૃતકને વિધિવત રીતે અંતિમ સંસ્કાર આપી શકાય તે માટે તેના પરિવારજનોએ મૃતદેહ ભારત પરત લાવવા માટે સરકાર પાસે માગ કરી છે.

દેવાભાઈ રામાભાઈ બારૈયા ફેબ્રુઆરીમાં શિવ નામની બોટ નીકળ્યા હતા. જયારે ખબર અનુસાર પાકિસ્તાનની નાપાક મરીને ગત માર્ચ મહિનામાં જખૌના દરિયામાંથી કેટલાક ગુજરાતી માછીમારોનું અપહરણ કર્યું હતું. જેમાં કોડીનાર તાલુકાના કોટડા ગામના દેવારામા બારૈયા નામના માછીમાર પણ હતા.. આ તમામને  પાકિસ્તાનની લાડી જેલમાં મોકલવામાં આવ્યા હતા. જયારે પ્રવીણભાઈનાં પત્રની માહિતી મુજબ દેવાભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે માર્ચ મહિનામાં પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થઇ ગયું હતું. આ વાત ગામના પ્રવીણભાઈને પત્રવ્યવહારમાં જાણ થઇ હતી આથી તેમણે આ વાત મૃતકનાં પરિવારજનોને કરી હતી.

પરિવારજનોને આ વાતની જાણ થતા તેઓ ફિશરી ડીપાર્ટમેન્ટ પાસે પહોંચી ગયા હતા. પરંતુ તેમની પાસેથી પર્યાપ્ત માહિતીઓ ન મળવાના કારણે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જો કે માછીમારના મૃત્યુના 3 મહિના વીતવા છતાં પાકિસ્તાનની નાપાક સરકારે ભારત સરકારને જાણ પણ નથી કરી. જયારે મૃતદેહની વાત કરવામાં આવે તો હાલ તે પાકિસ્તાનમાં જ છે.