અરવલ્લી જીલ્લાના બહુચર્ચિત સાયરાની યુવતીના મોતને મામલે ત્રણ આરોપીઓએ સરેન્ડર કર્યા બાદ આ કેસ ની તપાસ cid ક્રાઈમને સોંપવામાં આવી હતી. આજે આ આ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા હતા અને વધુ પૂછપરછની જરૂર નાં જણાતા cid ક્રાઈમ દ્વારા વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા નાં હતા. જેને લઈને ત્રણે આરોપીઓને સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
અરવલ્લી ના મોડાસા ની યુવતીના અપમૃત્યુના કેસના મામલે ત્રણેય આરોપીઓના રીમાન્ડ પુર્ણ થવાને લઇને સીઆઇડી ક્રાઇમની રચાયેલી એસઆઇટીની ટીમે મોડાસાની એડીશનલ સેશન્સ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. એસઆઇટી દ્રારા વધુ રીમાન્ડ માંગવામાં નહી આવતા આરોપીઓને સબજેલમાં મોકલી આપ્યા હતા. જોકે સીઆઇડી ક્રાઇમની એસઆઇટી દ્રારા હજુ પણ યુવતીના અપમૃત્યુ ના મામલામાં યુવતીના અપહરણ થયા બાદ થી લાશ મળવાના દીવસો દરમ્યાન યુવતી ને ક્યાં લઇ જવાઇ હતી કે ક્યાં ગઇ હતી તે સવાલ હજુ પણ અકબંધ રહવા પામ્યો હતો
અરવલ્લી ના મોડાસાની યુવતીના અપમૃત્યુના કેસના મામલે ત્રણેય આરોપીઓને આજે કોર્ટેમા રજુ કરવામાં આવ્યા હતા. સીઆઇડી ક્રાઇમની એસઆઇટી દ્રારા તપાસ નો દૌર ગત ૧૯ જાન્યુઆરી થી શરુ થયા બાદ સીઆઇડી ક્રાઇમની એસઆઇટી દ્વારા રીમાન્ડ માંગવામા આવતા ત્રણ દિવસના રીમાન્ડ પર આરોપીઓને સોંપવામા આવ્યા હતા. રીમાન્ડ માંગતા અગાઉ ૨૧૪ વાર વિમલ ભરવાડ અને મૃતક વચ્ચે ફોન થયેલ હોવાને લઇને સીઇઆઇડી ની એસઆઇટી ની ટીમ દ્વારા એ દીશામાં રીમાન્ડ દરમ્યાન તપાસ હાથ ધરવામા આવી હતી.
મોડાસા યુવતીના મોત મામલો, ત્રણ આરોપીઓએ શનિવારે મોડી રાત્રે જાતેજ સરન્ડર કર્યું
મોડાસા યુવતીના મોતનો મામલો, યુવતીને ન્યાય અપાવવા ગાંધીનગર ખાતે મહાસંમેલન
અગાઉ એક આરોપીએ પોલીસ તપાસ દરમ્યાન શારીરીક સંબંધ હોવાની પણ કબુલાત કરવામા આવી હતી. તો બીજો સવાલ પણ એ છે કે યુવતી પહેલી જાન્યુઆરી થી લાશ મળી એ દરમ્યાન ક્યાં ગઇ હતી અને કોની સાથે હતી એ વાતની પણ સ્પષ્ટતા કરતી તપાસ પહોંચી શકી નથી. આમ હજુ પણ એસઆઇટી સામે આ બંને સવાલોની તપાસ કરવી એ મહત્વની બની રહી છે. જોકે હવે કોર્ટમાં આરોપીઓને રજુ કરવા દરમ્યાન માત્ર ટુંકમાં જ કોર્ટ કાર્યવાહી પતાવીને આરોપીઓને સબજેલમાં રજુ કરી દેવાતા હવે એસઆઇટી આરોપી થી અલગ સ્વતંત્ર રહીને નહી ઉલઝી શકેલા સવાલોને લઇને તપાસ ની દીશા આગળ વધારી શકે છે
મોડાસાની યુવતીના મોત મામલે કયાં બોલિવુડ એકટરે કર્યુ ટ્વીટ ?
મોડાસા યુવતીના મોતનો મામલો, DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી
મોડાસામાં યુવતીનાં મોતનો મામલો/ CID ક્રાઈમની ટીમે આરોપીઓનો કબજો લીધો
ઉલ્લેખનીય છે કે આ યુવ્તના મોતને લઈને મોડાસાનું વાતાવરણ તંગ અન્યું છે. અને રીતેશ દેશમુખ સ્વરા ભાસ્કર જેવ ફિલ્મ સ્ટાર પણ ટ્વીટ કરી ણે આ યુવતીના મોતને મામલે ન્યાયની માંગણી કરી ચુક્યા કે. અતો અનેક રાજકીય પક્ષના નેતા પણ આ યુવતીના પરિવારની મુલાકાત લઇ ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે આ કેસ માં હજુ પણ એક આરોપી ફરાર છે. જેની પોલીસ દ્વારા શોધખોળ હજુપણ ચાલુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

