Gujarat Local Body Election 2026/ પાલનપુરમાં ભાજપનું સસ્પેન્સ યથાવત, લિસ્ટ જાહેર કર્યા વિના ઉમેદવારોને કરાઈ ટેલિફોનિક જાણ

Palanpur નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું સસ્પેન્સ યથાવત. સત્તાવાર યાદી પહેલા ઉમેદવારોને કરાઈ ટેલિફોનિક જાણ. કડક નો રિપીટ થિયરી લાગુ થતાં માત્ર 5 લોકો જ રિપીટ, કાર્યાલય પર નવા ચહેરાઓનો જમાવડો.

Top Stories Gujarat Others
Palanpur Election News

Palanpur Election New: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ આવી પહોંચ્યો છે, છતાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નું સસ્પેન્સ હજુ યથાવત છે. પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હજુ સુધી ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી, પરંતુ અંદરખાને મોટો ખેલ પાડી દીધો છે. કડક ‘નો રિપીટ થિયરી’ ના પાલન સાથે અનેક પત્તા કપાયાની સ્થિતિ છે અને મેદાનમાં નવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે.

સત્તાવાર લિસ્ટ જાહેર નહીં, પણ ટેલિફોનિક મેસેજ છૂટ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુર ભાજપ દ્વારા ઉમેદવારોની કોઈ સત્તાવાર યાદી ભલે જાહેર ન કરાઈ હોય, પરંતુ જેમને ટિકિટ ફાળવવામાં આવી છે તેવા ઉમેદવારોને હાઈકમાન્ડ તરફથી ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. ટિકિટ કન્ફર્મ થવાનો મેસેજ મળતા જ આ ઉમેદવારોએ મેન્ડેટ લેવા માટે સવારથી જ ભાજપ કાર્યાલયે દોટ મૂકી હતી.

Palanpur Election News

Palanpur  ભાજપ કાર્યાલયે નવા ચહેરાઓનો ખડકલો

ભાજપ કાર્યાલય પર અત્યારે ઉમેદવારો અને સમર્થકોની ભારે ભીડ જોવા મળી રહી છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, જે લોકોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને જેઓ કાર્યાલય પર પહોંચ્યા છે, તેમાં મોટાભાગના એકદમ નવા અને યુવા ચહેરાઓ છે. આ જોઈને સ્પષ્ટ થાય છે કે ભાજપે આ વખતે વર્ષોથી ટિકિટ ભોગવતા નેતાઓને બદલે સંગઠનના નવા ચહેરાઓ પર મોટો દાવ ખેલ્યો છે.

કડક ‘નો રિપીટ થિયરી‘, માત્ર 5 જૂના ચહેરા રિપીટ

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપે ‘નો રિપીટ થિયરી’ નું અત્યંત કડક અને શખ્ત પાલન કર્યું છે. પાલિકાની પૂર્વ બોડીમાંથી માત્ર 5 જ લોકોને રિપીટ કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જે 5 લોકો રિપીટ થયા છે, તેઓ પણ અગાઉ માત્ર 1 જ ટર્મ ચૂંટણી લડેલા છે. એટલે કે, અનેક સિનિયર નેતાઓ અને પૂર્વ હોદ્દેદારોના પત્તા સાફ થઈ ગયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે આ પરિસ્થિતિ સર્જાતા પાલનપુરના રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ટિકિટ કપાતા નારાજ થયેલા નેતાઓની પ્રતિક્રિયા પર સૌની નજર છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર