Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections 2026) પહેલા ભાજપ (BJP )માં થયેલા છેલ્લી ક્ષણના નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા છે. સામાન્ય રીતે સુવ્યવસ્થિત માઈક્રો પ્લાનિંગ માટે જાણીતી પાર્ટીમાં રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ઉમેદવાર બદલવાની નોબત આવી, જેના કારણે રાજકીય ગલિયારાઓમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ધમધમાટ
ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ હોવાથી તમામ પક્ષોના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ અને ગતિ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓમાં ઉમેદવારોની ભીડ છે અને બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. આ વચ્ચે ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શક્તિપ્રદર્શન પણ જોવા મળી રહ્યું છે, પરંતુ સાથે સાથે આંતરિક અસંતોષ અને ગોટાળાની ઘટનાઓ પણ સામે આવી રહી છે.
Local Body Elections 2026: રાજકોટમાં આંતરિક વિખવાદથી ઉમેદવાર બદલાયો
રાજકોટમાં ભાજપ માટે સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. આંતરિક ગૃપબાજી અને ટિકિટ માટેના દબાણને કારણે છેલ્લી ઘડીએ નિર્ણય બદલવો પડ્યો હતો. વોર્ડ નંબર 7 માટે શરૂઆતમાં શૈલેષ જાનીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફોર્મ ભરવાના દિવસે જ પાર્ટીએ નિર્ણય બદલતા નેહલ શુક્લને ઉમેદવાર બનાવ્યા.આ બદલાવ પાછળ સ્થાનિક સ્તરે લોબિંગ અને દબાણ મહત્વનું કારણ હોવાનું માનવામાં આવે છે. આ દરમિયાન એક કાર્યક્રમમાં જાહેર કરાયેલા ઉમેદવાર સ્ટેજ પરથી ઉતરી જવાના બનાવે પણ રાજકીય ગરમાવો વધાર્યો હતો.

વડોદરામાં ઉમેદવારનું નામ મતદાર યાદીમાંથી ગાયબ
વડોદરામાં ભાજપને વધુ શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો. વોર્ડ નંબર 1 માટે જાહેર કરાયેલા ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાં નહોતું, જેના કારણે પાર્ટીને અંતિમ ક્ષણે ઉમેદવાર બદલવો પડ્યો.આ બેઠક ST અનામત હોવાથી પાર્ટીએ અંતે નવા ઉમેદવાર તરીકે ભૂરસિંગ રાઠવાનું નામ જાહેર કર્યું.
BJPનો માઈક્રો પ્લાનિંગ પર સવાલ
ભાજપ (BJP) સામાન્ય રીતે પોતાની સુવ્યવસ્થિત આયોજન પદ્ધતિ માટે ઓળખાય છે. પરંતુ આ પ્રકારની ભૂલોને કારણે પાર્ટીના આંતરિક વ્યવસ્થાપન અને તૈયારી પર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે.રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા છે કે આ ગોટાળાની જવાબદારી કોણ લેશે અને શું આ ભૂલોનો ચૂંટણી (Local Body Elections 2026) પરિણામ પર અસર પડશે?
આ પણ વાંચો:ગાયિકા રાજલ બાંભણીયા રાજકારણમાં એન્ટ્રી: ઉના નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો દાવ
આ પણ વાંચો:‘વિકાસ નહીં તો વોટ નહીં!’ ડીસાના વોર્ડ નં. 9 માં સ્થાનિકોનો સજ્જડ Local Body Elections 2026 બહિષ્કાર
આ પણ વાંચો:જામનગરમાં AAP નો મોટો ખેલ! ટિકિટ વિવાદનો ફાયદો ઉઠાવી BJP-કોંગ્રેસમાં પાડી મોટી દરાર
