Gujarat Local Body Election 2026/ ગાયિકા રાજલ બાંભણીયા રાજકારણમાં એન્ટ્રી: ઉના નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો દાવ

ગુજરાતી લોકગાયિકા રાજલ બાંભણીયા (Rajal Bambhania) હવે રાજકારણમાં એન્ટ્રી. ઉના નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવતાં રાજકીય ગરમાવો.

Top Stories Gujarat Others Breaking News
ડાયરા ક્વીન Rajal Bambhania હવે રાજકારણમાં! BJPનો મોટો દાવ ઉનામાં

Gujarat News: ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે જાણીતી ગાયિકા રાજલ બાંભણીયા (Rajal Bambhania) હવે રાજકારણના મેદાનમાં ઉતરતા ચર્ચાનો વિષય બની છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ગરમાવો જોવા મળી રહ્યો છે.

વોર્ડ નંબર 7માંથી ચૂંટણી લડશે

રાજલ બાંભણીયા (Rajal Bambhania)  ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તેઓ આજે સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવશે. તેમની એન્ટ્રીથી રાજકીય વાતાવરણ સાથે સાથે ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

લોકપ્રિયતા પર ભાજપનો દાવ

રાજલ બાંભણીયા (Rajal Bambhania) સોશિયલ મીડિયા અને સ્ટેજ પ્રોગ્રામ્સ દ્વારા ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. ભાજપે તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. આને ભાજપની ‘ગ્લેમર સ્ટ્રેટેજી’ તરીકે પણ જોવામાં આવી રહી છે, જેમાં જાણીતા ચહેરાઓને રાજકારણમાં આગળ ધપાવવામાં આવી રહ્યા છે.

Rajal Bambhania

કોણ છે Rajal Bambhania?

રાજલ બાંભણીયા (રાજલ બારોટ) ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ સ્વ. મણિરાજ બારોટની પુત્રી છે. તેમનો જન્મ 20 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. તેઓ મૂળ પાટણ જિલ્લાના બાલવા ગામના વતની છે. તેમણે વર્ષ 2009થી સંગીત ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી અને ટૂંક સમયમાં જ પોતાની અલગ ઓળખ બનાવી. ગરબા, ભજન અને લોકગીતોમાં તેમની ખાસ ઓળખ છે. સ્ટેજ પરફોર્મન્સ અને ‘ડાયરા’ માટે તેઓ ‘ડાયરા ક્વીન’ તરીકે પણ જાણીતા છે.

વ્યક્તિગત જીવન

ફેબ્રુઆરી 2025માં રાજલ બાંભણીયાએ ઉનાના યુવા નેતા અને સમાજસેવક અલ્પેશ બાંભણીયા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન બાદ તેઓ ઉનામાં વધુ સક્રિય બની છે.

સંઘર્ષ અને સફળતા

પિતાના અવસાન બાદ નાની ઉંમરે જ રાજલે પરિવારની જવાબદારી સંભાળી હતી. પોતાની બહેનો સાથે મળીને તેમણે જીવનના સંઘર્ષનો સામનો કર્યો અને સંગીત ક્ષેત્રે સફળતા મેળવી.


આ પણ વાંચો:ગુજરાતની લોકગાયિકા રાજલ બારોટ 4 ફેબ્રુઆરીએ સાત ફેરા ફરશે

આ પણ વાંચો:લોકગાયિકા રાજલ બારોટ અલ્પેશ સાથે થઇ સગાઇ…..

આ પણ વાંચો:કોણ છે અલ્પેશ બાંભણિયા જેની સાથે લોક ગાયિકા રાજલ બારોટે કર્યા લગ્ન