પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI ભારતીય સેનાના જવાનોને ફસાવવા હવે હની ટ્રેપનો ઉપયોગ કરે છે.આવા જ એક કિસ્સામાં ISIની મહિલા એજન્ટે ભારતની સેનાના એક જવાનને પોતાની જાળમાં ફસાવ્યો હતો.એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની એજન્ટ સેનાના જવાન પાસેથી કેટલીક અગત્યની માહિતી કઢાવી છે.
રાજસ્થાન પોલીસે સેનાના જવાન વિચિત્ર બહેરાની ધરપકડ કરી છે. તેની સાથે અટકાયતમાં લેવાયેલા અન્ય એક જવાન લાન્સ નાયક રવિ શર્માને પૂછપરછ પછી છોડી દેવામાં આવ્યો છે.
સેનાના આ બંને જવાનોને જોધપુર રેલવે સ્ટેશન પરથી ભારતની જાસૂસી સંસ્થાઓએ પકડી લીધા હતા. જાણવા મળતી વિગતો પ્રમાણે જવાનને મહિલા જાસૂસે પોતાની જાળમાં ફસાવ્યો હતો. તે વિડિયો કોલ કરીને જવાનને અશ્લીલ ડાન્સ બતાવતી હતી. એટલુ જ નહી પણ જવાન દ્વારા અપાતી જાણકારીઓના બદલામાં જવાનના એકાઉન્ટમાં પૈસા પણ જમા કરાવતી હતી. આ જાણકારી પાકિસ્તાન મોકલાઈ હોવાનુ ફેસબૂક અને વોટસએપની તપાસ બાદ બહાર આવ્યુ છે.
આ પહેલા 10 મહિના અગાઉ સોમવીર નામના એક જવાનને પણ પોખરણ વિસ્તારમાં આર્મીની હિલચાલની માહિતી પુરી પાડવા બદલ પકડવામાં આવ્યો હતો. તે પણ મહિલા એજન્ટની જાળમાં ફસાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
