ઝારખંડ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઈનિગ્સમાં 56.2 ઓવરમાં 162 રન પર ઢેર કરી દીધુ છે.
ભારતે પોતાની પ્રથમ ઈનિગ્સ નવ વિકેટનાં નુકસાન પર 497 રને જાહેર કરી હતી. આ રીતે જોઇએ તો ભારત પાસે 335 રનની લીડ છે. ભારતે મહેમાન ટીમને ફોલો-ઓન આપી છે. દિવસની શરૂઆત દક્ષિણ આફ્રિકાએ બે વિકેટનાં નુકસાન પર નવ રન સાથે કરી હતી. તેમના મોટાભાગનાં બેટ્સમેનો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. જુબેર હમઝાએ ટીમમાં સૌથી વધુ 62 રન બનાવ્યા હતા. તેણે ટેમ્બા બાવુમા (32) ની સાથે ચોથી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી.
આ ભાગીદારી ઉપરાંત જ્યોર્જ લિન્ડા (37) અને એનરિક નોર્ટજે (4) આઠમી વિકેટ માટે 32 રન જોડ્યા, જે આ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકા માટે બીજી સૌથી વધુ ભાગીદારી છે. ત્રણ બેટ્સમેન સિવાય અન્ય કોઇ બેટ્સમેન બેવડા આંકડા સુધી પહોંચી શક્યા નહીં.
ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી, શાહબાઝ નદીમ, રવિન્દ્ર જાડેજાને બે-બે સફળતા મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
