Not Set/ એર ઇન્ડિયા ખરીદવાની ઇચ્છા નથી, ઈન્ડિગો તેના કરતા વધુ સારી છે: કતાર એરવેઝ

કતાર એરવેઝના ચીફ એક્ઝિક્યુટિવે ગુરુવારે કહ્યું હતું કે સરકારી એર ઇન્ડિયા માટે બોલી લગાવવામાં કોઈ રસ નથી. આનાથી વધુ સારી રીતે તેઓ ઈન્ડિગો એરલાઇન્સમાં હિસ્સો ખરીદવી વધુ સારી ઓફર માને છે. કેન્દ્ર સરકાર લંડન અને સિંગાપોરમાં એર ઈન્ડિયા વેચવા માટે રોડ શો યોજવા જઈ રહી છે, જેથી રોકાણકારોને આકર્ષિત કરી શકાય. કતાર એરવેઝના સીઈઓ અકબર […]

Business

કતાર એરવેઝના ચીફ એક્ઝિક્યુટિવે ગુરુવારે કહ્યું હતું કે સરકારી એર ઇન્ડિયા માટે બોલી લગાવવામાં કોઈ રસ નથી. આનાથી વધુ સારી રીતે તેઓ ઈન્ડિગો એરલાઇન્સમાં હિસ્સો ખરીદવી વધુ સારી ઓફર માને છે.

કેન્દ્ર સરકાર લંડન અને સિંગાપોરમાં એર ઈન્ડિયા વેચવા માટે રોડ શો યોજવા જઈ રહી છે, જેથી રોકાણકારોને આકર્ષિત કરી શકાય. કતાર એરવેઝના સીઈઓ અકબર અલ બકકરે કહ્યું હતું કે ઈન્ડિગોમાં હિસ્સો ખરીદવાનો આ યોગ્ય સમય નથી, કેમ કે કંપનીના પ્રમોટરોમાં ગતિરોધ ચાલી રહ્યો છે.

કતાર એરવેઝ સાથે કોડશેર કરાર

ઈન્ડિગોએ ગુરુવારે કતાર એરવેઝ સાથે કોડશેર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર બાદ કતાર એરવેઝ ઈન્ડિગોના પસંદગીના રૂટ પર બેઠકો બુક કરાવી શકશે. ઈન્ડિગો એ 48 ટકા ભાગીદારી સાથે  ભારતની સૌથી મોટી એરલાઇન્સ કંપની છે. ઈન્ડિગોના પ્રમોટરો ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝ અને રાહુલ ભાટિયાએ લંડનમાં કો-પ્રમોટર રાકેશ ગંગવાલ સામે આર્બિટ્રેશન કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.