Not Set/ બિઝનેસ/ ડોલર સામે રૂપિયો 8 પૈસા મજબૂત ખુલ્યો

4 ફેબ્રુઆરી 2020 ને મંગળવારે ડોલર સામે રૂપિયો મજબૂત રીતે ખૂલ્યો. આજે ડોલર સામે રૂપિયો 8 પૈસાની મજબૂતી સાથે 71.25 પર ખુલ્યો છે. વળી, સોમવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 71.32 રૂપિયા પર બંધ થયો હતો. જાણો છેલ્લા 10 દિવસનાં રૂપિયાનાં બંધ સ્તરને સોમવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 71.32 રૂપિયા […]

Top Stories Business

4 ફેબ્રુઆરી 2020 ને મંગળવારે ડોલર સામે રૂપિયો મજબૂત રીતે ખૂલ્યો. આજે ડોલર સામે રૂપિયો 8 પૈસાની મજબૂતી સાથે 71.25 પર ખુલ્યો છે. વળી, સોમવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 71.32 રૂપિયા પર બંધ થયો હતો.

જાણો છેલ્લા 10 દિવસનાં રૂપિયાનાં બંધ સ્તરને

સોમવારે ડોલર સામે રૂપિયો 2 પૈસા મજબૂત થઈને 71.32 રૂપિયા પર બંધ રહ્યો હતો.

શુક્રવારે રૂપિયો ડોલર સામે 71.34 રૂપિયાનાં સ્તર પર બંધ રહ્યો હતો.

ગુરુવારે ડોલર સામે રૂપિયો 23 પૈસાની નબળાઇ સાથે 71.48 નાં સ્તર પર બંધ રહ્યો હતો.

બુધવારે ડોલર સામે રૂપિયો 8 પૈસા વધીને 71.25 પર બંધ રહ્યો હતો.

મંગળવારે ડોલર સામે રૂપિયો 11 પૈસાનાં ઘટાડા સાથે 71.33 પર બંધ રહ્યો હતો.

સોમવારે ડોલર સામે રૂપિયો 11 પૈસા તૂટીને 71.44 પર બંધ રહ્યો હતો.

ગુરુવારે ડોલર સામે રૂપિયો 7 પૈસાની નબળાઈ સાથે 71.26 નાં સ્તરે બંધ રહ્યો હતો.

બુધવારે ડોલર સામે રૂપિયો 1 પૈસા વધીને 71.19 રૂપિયા પર બંધ રહ્યો હતો.

મંગળવારે રૂપિયો 10 પૈસા તૂટીને 71.20 રૂપિયા પર બંધ રહ્યો હતો.

સોમવારે ડોલર સામે રૂપિયો 2 પૈસાની નબળાઈ સાથે 71.10 નાં સ્તરે બંધ રહ્યો હતો.

એક સમય હતો જ્યારે આપણો રૂપિયો ડોલરને જબરદસ્ત હરીફાઈ આપતો હતો. 1947 માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ડોલર અને રૂપિયાની કિંમત બરાબર હતી. એટલે કે એક ડોલર એક રૂપિયાની બરાબર હતો. તે સમયે દેશ પર કોઈ દેવું નહોતું. પછી જ્યારે 1951 માં પહેલી પંચવર્ષીય યોજના અમલમાં આવી ત્યારે સરકારે વિદેશથી લોન લેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ રૂપિયાની વિશ્વસનીયતા પણ સતત ઘટવા લાગી. 1975 સુધીમાં એક ડોલરની કિંમત વધીને 8 રૂપિયા થઈ ગઈ હતી અને 1985 માં ડોલરની કિંમત 12 રૂપિયા હતી. 1991 માં નરસિમ્હા રાવનાં શાસન દરમિયાન ભારતે ઉદારીકરણનો માર્ગ પકડ્યો અને રૂપિયો ઘટવા લાગ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.