Gujarat Local Body Election 2026/ ઓઢવમાં કોંગ્રેસે જાહેર કર્યા 4 ઉમેદવારો, ડિમોલેશનની લડત લડનાર યુવા નેતાએ પણ ફૂંક્યું રણશિંગુ

અમદાવાદના Odhav વોર્ડમાં કોંગ્રેસે પ્રવીણ પરમાર, ગોવિંદ દેસાઈ, સુરેખા ચૌધરી અને અવની ચૌહાણને આપી ટિકિટ. ડિમોલેશનમાં લોકોની પડખે ઉભા રહેનાર યુવા નેતાએ પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી.

Top Stories Ahmedabad Gujarat
Odhav Ward Election News

Odhav Ward Election News: મહાનગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. દરેક પાર્ટીઓ પોતાના મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે, ત્યારે કોંગ્રેસે અમદાવાદના ઓઢવ વોર્ડ માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ વખતે ઓઢવના સ્થાનિક રાજકારણમાં ટિકિટ ફાળવણીની સાથે સાથે તાજેતરમાં થયેલા ડિમોલેશનનો મુદ્દો પણ ભારે ચર્ચાના કેન્દ્રમાં છે.

Odhav વોર્ડમાં કોંગ્રેસની પેનલ જાહેર

સ્થાનિક સમીકરણો અને જ્ઞાતિના આધારે કોંગ્રેસે ઓઢવમાંથી પોતાના 4 ઉમેદવારોની યાદી ફાઈનલ કરી છે, જેમાં ઓઢવ વોર્ડમાંથી કોંગ્રેસે પ્રવીણ પરમાર અને ગોવિંદ દેસાઈ પર વિશ્વાસ મૂકીને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે જ મહિલા ઉમેદવારો તરીકે સુરેખા ચૌધરી અને અવની ચૌહાણને ટિકિટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસને આશા છે કે આ ઉમેદવારો સ્થાનિક જનતાના પ્રશ્નોને વાચા આપીને પાર્ટીને જીત અપાવશે.

ઓઢવ ડિમોલેશનનો મુદ્દો ચૂંટણીમાં ગાજશે

જ્યારે ઓઢવમાં ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે સ્થાનિક લોકોના હક માટે એક યુવા નેતાએ આગળ આવીને મોટી લડત લડી હતી. આ લડત અને લોકોના આક્રોશને જોતા ત્યારબાદ કોંગ્રેસના મોટા અને દિગ્ગજ નેતાઓએ પણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી.

‘જનતા કહેશે તો હું ચૂંટણી લડીશ’: યુવા નેતાનો હુંકાર

ડિમોલેશન દરમિયાન જનતાનો અવાજ બનનાર આ યુવા નેતાએ હવે સક્રિય રાજકારણમાં ઝંપલાવવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. લોક સંપર્ક દરમિયાન આ યુવા નેતાએ હુંકાર કરતા જણાવ્યું છે કે, “જો ઓઢવની જનતા ઈચ્છશે અને તેમનો સાથ હશે, તો હું ચોક્કસપણે આ ચૂંટણી લડીશ.” યુવા નેતાના આ નિવેદન બાદ ઓઢવ વોર્ડના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવી શકે છે અને ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની શકે છે.


આ પણ વાંચો: ઉમરેઠ પેટાચૂંટણી: કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણના નામ પર મોહર!

આ પણ વાંચો: રાહુલે કહ્યું Congress ની સરકાર બનશે તો 10 દિવસમાં તમામ ખેડૂતોના દેવાં માફ

આ પણ વાંચો: Congress દ્વારા ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લવાઈ