Entertainment News : હોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલાન (Christopher Nolan)ની બહુચર્ચિત ફિલ્મ ‘ધ ઓડિસી’ (The Odyssey) વિશ્વભરના બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી રહી છે. ફિલ્મની ભવ્ય રજૂઆત અને સ્ટારકાસ્ટ જેટલી ચર્ચામાં છે, એટલી જ ચર્ચા તેના મુખ્ય કલાકારોની ફી પણ બની છે. ખાસ કરીને રિયલ લાઇફ કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયાને મળેલી કરોડોની ફી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
માત્ર 5 મિનિટના રોલ માટે ₹75 કરોડ

ફિલ્મમાં ઝેન્ડાયા (Zendaya)નો સ્ક્રીન ટાઈમ અંદાજે 5થી 6 મિનિટનો હોવાનું કહેવાય છે. તેમ છતાં તેને આ ખાસ ભૂમિકા માટે આશરે ₹75 કરોડની ફી ($75 Crore Fee)મળ્યાની ચર્ચા છે. એટલે કે સ્ક્રીન પરની દરેક મિનિટ માટે લગભગ ₹15 કરોડ જેટલી રકમ મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ટોમ હોલેન્ડને આશરે ₹96 કરોડની ફી મળ્યાનું જણાવાઈ રહ્યું છે. આમ બંને કલાકારોએ મળીને એક જ ફિલ્મમાંથી અંદાજે ₹171 કરોડની કમાણી કરી હોવાનું કહેવાય છે.
‘ધ ઓડિસી’ (The Odyssey)નું બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન

હોમરના પ્રસિદ્ધ મહાકાવ્ય પરથી પ્રેરિત આ ફિલ્મ ભવ્ય સ્કેલ પર બનાવવામાં આવી છે. અંદાજે ₹2,400 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મ નોલાનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાં સામેલ ગણાય છે.
રિલીઝ બાદના શરૂઆતના દિવસોમાં જ ફિલ્મે વિશ્વભરમાં અંદાજે ₹6,100 કરોડથી વધુની કમાણી કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે, જેના કારણે તે વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં સ્થાન મેળવી રહી છે.
સ્ટારકાસ્ટ પણ છે આકર્ષણનું કેન્દ્ર

ફિલ્મમાં ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા ઉપરાંત મેટ ડેમન, એન હેથવે અને રોબર્ટ પેટિનસન જેવા જાણીતા હોલિવૂડ કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. ભવ્ય વિઝ્યુઅલ્સ અને મજબૂત સ્ટારકાસ્ટ ફિલ્મને વધુ આકર્ષક બનાવે છે.
ફિલ્મ ‘ધ ઓડિસી’ના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની કાસ્ટ અને મેકર્સની સાથે-સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા

‘ધ ઓડિસી’ની સફળતા બાદ હવે ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયાની આગામી ફિલ્મ ‘Spider-Man: Brand New Day’ પણ ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહી છે. આ ફિલ્મમાં ટોમ ફરી એકવાર સ્પાઈડર-મેન અને ઝેન્ડાયા ‘MJ’ના પાત્રમાં જોવા મળશે.
