Tech & Auto NEWS/ સીએનજી કે હાઇબ્રિડ? જાણો કઈ ટેકનોલોજી તમારા માટે છે ફાયદાકારક, કઈ કારમાં મળશે વધુ માઇલેજ

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે સીએનજી અને હાઇબ્રિડ Car માંથી કઈ ખરીદવી જોઈએ? જાણો માઇલેજ, રનિંગ કોસ્ટ અને સુવિધાઓની વિગતવાર સરખામણી આ અહેવાલમાં.

Trending Tech & Auto
Car

CNG vs Hybrid Comparison Summary: આજના સમયમાં પેટ્રોલના સતત વધતા ભાવને કારણે વાહન ખરીદનારાઓ માટે ‘કિફાયતી માઇલેજ’ સૌથી મહત્વનું પાસું બની ગયું છે. આ સ્થિતિમાં માર્કેટમાં સીએનજી (CNG) અને હાઇબ્રિડ (Hybrid) ટેકનોલોજી વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. સીએનજી કાર તેના ઓછા રનિંગ કોસ્ટ માટે જાણીતી છે, જ્યારે હાઇબ્રિડ કાર આધુનિક ટેકનોલોજી અને સુવિધાનું પ્રતીક છે. આ બંનેમાંથી તમારા માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે, તે જાણો અહીં વિગતે.

Car

સીએનજી કાર (CNG Car): મધ્યમ વર્ગની ફેવરિટ

સીએનજી કાર (Car) હંમેશા એવા લોકો માટે પહેલી પસંદ રહી છે જેમને દરરોજ લાંબુ અંતર કાપવાનું હોય છે.

ફાયદા: પ્રતિ કિલોમીટર ખર્ચમાં તે સૌથી સસ્તી પડે છે. ખાસ કરીને જેનું રનિંગ રોજના 50 થી 100 કિમી છે, તેમના માટે આ શ્રેષ્ઠ છે.

મર્યાદા: સૌથી મોટી સમસ્યા બૂટ સ્પેસ (Boot Space) ની છે, કારણ કે ડિક્કીમાં સિલિન્ડર આવવાથી સામાન રાખવાની જગ્યા રહેતી નથી. ઉપરાંત, સીએનજી પંપ પર લાંબી લાઈનો અને હાઈવે પર પંપની અછત પણ એક પડકાર છે.

Car

હાઇબ્રિડ કાર (Hybrid Car): આધુનિક અને પાવરફુલ

હાઇબ્રિડ કારમાં પેટ્રોલ એન્જિનની સાથે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે, જે ‘સેલ્ફ-ચાર્જિંગ’ સુવિધા સાથે આવે છે.

ફાયદા: આ કારને પ્લગ લગાવી ચાર્જ કરવાની જરૂર નથી, તે બ્રેકિંગ દરમિયાન આપમેળે ચાર્જ થાય છે. તેમાં સીએનજી જેવી બૂટ સ્પેસની સમસ્યા નડતી નથી અને ડ્રાઇવિંગ અનુભવ એકદમ પ્રીમિયમ મળે છે.

મર્યાદા: હાઇબ્રિડ કારની શરૂઆતી કિંમત પેટ્રોલ કે સીએનજી કાર (Car) કરતા ઘણી વધારે હોય છે.

Car

ખર્ચનું ગણિત: કોણ વધુ કિફાયતી?

જો આપણે મારુતિ ગ્રાન્ડ વિટારા જેવા મોડલની સરખામણી કરીએ, તો આંકડા કંઈક આવા છે:

સીએનજી કાર: અંદાજે રૂ. 3 પ્રતિ કિલોમીટરનો ખર્ચ.

સ્ટ્રોંગ હાઇબ્રિડ: અંદાજે રૂ. 3.5 પ્રતિ કિલોમીટરનો ખર્ચ.

ખર્ચની દ્રષ્ટિએ સીએનજી (CNG)હજુ પણ થોડી આગળ છે, પરંતુ હાઇબ્રિડ કાર તેની સુવિધા, પાવર અને વધારાની બૂટ સ્પેસને કારણે આધુનિક યુગમાં વધુ આકર્ષક બની રહી છે.


આ પણ વાંચો: ગૂગલ મેપ્સમાં આવ્યું Gemini AI નું નવું ફીચર, ફોટા-વીડિયો માટે જાતે બનશે કેપ્શન.

આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી