Google Maps New Feature: ગૂગલે તેની લોકપ્રિય નેવિગેશન સર્વિસ Google Maps માં એક ક્રાંતિકારી અપડેટ જાહેર કર્યું છે. હવે યુઝર્સ જ્યારે પણ કોઈ લોકેશનના ફોટા કે વીડિયો અપલોડ કરશે, ત્યારે ગૂગલનું પાવરફુલ Gemini AI આપમેળે તેના માટે આકર્ષક કેપ્શન (Automatic Captions) તૈયાર કરી આપશે. આ ફીચરથી યુઝર્સનો સમય બચશે અને તેમના અનુભવો વધુ સારી રીતે શેર કરી શકાશે.
Gemini AI કેવી રીતે મદદ કરશે?
ઘણીવાર આપણે સુંદર ફોટા તો પાડી લઈએ છીએ, પરંતુ તેને પોસ્ટ કરતી વખતે યોગ્ય શબ્દો કે કેપ્શન મળતા નથી. ગૂગલના આ નવા ફીચરની ખાસિયતો નીચે મુજબ છે:
ઇમેજ એનાલિસિસ: જેવો તમે ફોટો સિલેક્ટ કરશો, Gemini AI તે ઇમેજનું વિશ્લેષણ કરશે અને તેને અનુરૂપ કેપ્શન સૂચવશે.
એડિટિંગની આઝાદી: AI દ્વારા સૂચવવામાં આવેલા કેપ્શનને તમે તમારી મરજી મુજબ એડિટ કરી શકો છો અથવા જો ન ગમે તો રિમૂવ પણ કરી શકો છો.
વૈશ્વિક લોન્ચિંગ: હાલમાં આ ફીચર iOS પર અમેરિકાના યુઝર્સ માટે અંગ્રેજીમાં શરૂ કરાયું છે, પરંતુ ટૂંક સમયમાં જ તે એન્ડ્રોઇડ અને ભારતીય યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે.
‘Contribute’ ટેબમાં થશે મોટા ફેરફાર
ગૂગલ મેપ્સ હવે યુઝર્સ માટે કન્ટેન્ટ શેર કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી રહ્યું છે.
ડાયરેક્ટ મીડિયા એક્સેસ: યુઝર્સ હવે ‘Contribute’ ટેબમાં જઈને સીધા જ ફોનના લેટેસ્ટ ફોટા અને વીડિયો જોઈ શકશે અને તેને ઝડપથી પોસ્ટ કરી શકશે.
લોકલ ગાઈડ્સ (Local Guides) માટે નવા બેજ: ગૂગલે (Gemini AI) તેના લોકલ ગાઈડ્સ પ્રોગ્રામને પણ અપડેટ કર્યો છે. હવે હાઈ-લેવલ કન્ટ્રિબ્યુટર્સ માટે ગોલ્ડ કલરની પ્રોફાઇલ અને ‘માસ્ટર ફોટોગ્રાફર’ કે ‘એક્સપર્ટ ફેક્ટ-ફાઈન્ડર’ જેવા નવા બેજ આપવામાં આવશે.
યુઝર્સને શું ફાયદો થશે?
ગૂગલ મુજબ, યુઝર્સ દ્વારા શેર કરવામાં આવતા ફોટા અને વીડિયો અન્ય લોકોને કોઈ ચોક્કસ જગ્યાના વાતાવરણ, મેનૂ કે ત્યાંની સુવિધાઓ વિશે સમજવામાં મદદ કરે છે. હવે AI કેપ્શન સાથે આ માહિતી વધુ સ્પષ્ટ અને રસપ્રદ બનશે. આ ફીચર ભારતમાં પણ ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ પણ વાંચો:હવે બાળકોના WhatsApp પર રહેશે માતા-પિતાનો કંટ્રોલ! આવી રહ્યું છે ‘Parent-Managed Accounts’ ફીચર
આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ
આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી


