Lifestyle: ભારતીય પુરુષો પોતાની પત્નીને કયા નામથી સંબોધે છે? ભારત (India) વિવિધતાથી પરિપૂર્ણ દેશ છે. અહિં કેટલીયે ભાષાઓ (Languages) અને કેટલીયે બોલી છે! પેલી કહેવત છે ને કે, ‘બાર ગાઉએ બોલી બદલાય’…એ ન્યાયે અમુક કિલોમીટરના અંતરે બોલીની લઢણ અને ભાષા, બધું જ બદલાઇ જાય છે. હિન્દીમાં અને ગુજરાતી ભાષામાં પોતાની બેટરહાફ (Wife)ને ‘પત્ની’ કે ‘ધર્મપત્ની’ કહેવામાં આવે છે. અલગ-અલગ રાજ્યોમાં યુગલો (Partners) વચ્ચે, પત્નીને બોલાવવા માટે પ્રયોજાતા અલગ-અલગ સંબોધનો જાણવા મળે છે જે અચરજ પમાડે તેવા છે!!
ભારત વિવિધ પરંપરાઓને માનતો દેશ
ભારત પરંપરાઓને માનતો દેશ છે, જ્યાં પોતાની સહધર્મચારિણીને ‘ધર્મપત્ની’, ‘વહુ’ કે ‘બહૂ’, ‘બાયકો’ કે ‘હેડંતિ’…આ તમામ શબ્દો કેવળ પત્નીને બોલાવવા માટેના નહિં પરંતુ, સંબંધની મર્યાદા, લાગણી, સન્માન તથા સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ છે! આ જ અસલી ભારતની ઓળખ છે જ્યાં સંબંધો માત્ર શબ્દો સુધી જ સીમિત ન રહેતા, પરંપરા અને સંસ્કૃતિ (Culture)ના પ્રતીક બની જાય છે. ભારત વિવિધતાથી પરિપૂર્ણ દેશ છે. અહિં કેટલીયે ભાષાઓ અને કેટલીયે બોલી છે! પેલી કહેવત છે ને કે, ‘બાર ગાઉએ બોલી બદલાય’…એ ન્યાયે અમુક કિલોમીટરના અંતરે બોલીની લઢણ અને ભાષા, બધું જ બદલાઇ જાય છે. અલગ-અલગ રાજ્યોમાં પત્નીને બોલાવવા માટેના અલગ-અલગ સંબોધનો જાણવા મળે છે જે અચરજ પમાડે તેવા છે!! તો ચાલો જાણીએ કે તમારા રાજ્યમાં પતિદેવો (Husband) પોતાની પત્નીને કયા નામથી સંબોધે છે?

ઉત્તર ભારતમાં (North India) પત્નીને કયા નામથી બોલાવે છે?
જમ્મુ-કાશ્મીર: અહિં પત્નીને સામાન્યત: ‘જનાના’ કહેવામાં આવે છે.
હિમાચલ પ્રદેશ: હિમાચલના લોકો પોતાની પત્નીને પ્રેમથી ‘લાડી’ કહીને સંબોધે છે.
ઉત્તરાખંડ: ગઢવાલ પ્રાંતમાં પત્નીને માટે ‘ગઢવાલી’ કે ‘બ્યારી’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે.

પંજાબ: પંજાબીમાં પત્નીને ‘વોટ્ટી’ કે ‘વોહટી’ કહીને બોલાવાય છે.
હરિયાણા: હરિયાણવી પતિદેવો પોતાની પત્નીને ‘જોરુ’, ‘લુગાઈ’ અથવા ‘બિરબાની’ જેવા નામોથી બોલાવે છે.
રાજસ્થાન: અહિંના ગ્રામીણ ક્ષેત્રોમાં મહદ્ંશે પત્નીને ‘લુગાઇ’ કહેવામાં આવે છે.
ઉત્તર પ્રદેશ અને બિહાર: ભોજપુરી, મૈથિલી અને અવધિ બોલીમાં પત્નીને ‘મહેરારુ’ કહેવામાં આવે છે.

પૂર્વીય ભારત (East India)માં પત્નીને કેવી રીતે બોલાવે છે?
પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા: અહિં લાડથી પત્નીને ‘બોઉ’ કહેવામાં આવે છે.
ઓડિશા: અહિં સંસ્કૃત ભાષાનો શબ્દ ‘ભાર્યા’ પત્ની માટે વપરાય છે.
અસમ: અસમિયા ભાષામાં પત્નીને સામાન્ય રીતે, ‘સ્ત્રી’ અથવા ‘પત્ની’ કહેવામાં આવે છે.
મણિપુર: મણિપુરી ભાષામાં પત્નીને ‘નૂપી’ કહેવામાં આવે છે.

પશ્ચિમ ભારત (West India)માં પત્નીના નામો
ગુજરાત: અહિં પત્નીને ‘ઘરની’, ‘ઘરવાળી’ કે ‘ધર્મપત્ની’ નામે સંબોધવામાં આવે છે.
મહારાષ્ટ્ર: મરાઠીમાં પત્ની માટે ‘બાયકો’, ‘સૌભાગ્યવતી’ કે ‘પત્ની’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
ગોવા: કોંકણી ભાષામાં પત્નીને ‘બેલ’ કહે છે.

દક્ષિણ ભારત (South India)માં પત્નીના નામ કયા છે?
કર્ણાટક: કન્નડ ભાષામાં પત્નીને ‘હેણ્ડઠી’ કહે છે.
આંઘ્ર પ્રદેશ અને તેલંગાણા: અહિં પત્ની માટે ‘ભાર્યા’ અને ‘ઇલાલૂ’ શબ્દ પ્રચલિત છે.
તમિલનાડુ: તમિલ ભાષામાં પત્નીને ‘મનૈવિ’ કહે છે.
કેરળ: મલયાલમ ભાષામાં પત્ની માટે ‘ભાર્યા’ શબ્દનો ઉપયોગ કરાય છે.

ઉર્દૂ ભાષા (Urdu Language)માં પત્ની માટે કયું સંબોધન છે?
ઉર્દૂ બોલનારા ક્ષેત્રોમાં પત્નીને બેગમ કહેવામાં આવે છે. આ શબ્દ નવાબોની સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. એ પ્રેમ તથા સન્માન બંનેનો દ્યોતક છે.
ભારતના વિભિન્ન રાજ્યો (States)માં પત્ની માટે અલગ-અલગ નામો આપણી સંસ્કૃતિ, ભાષા અને પરંપરાના વૈવિધ્યનું સુદર દ્રષ્ટાંત છે. પત્ની માટે પ્રયોજાતા પ્રત્યેક શબ્દમાં જે-તે સ્થળની વિચારધારા, પરંપરા, સંબંધો અને પોતીકાપણું સ્પષ્ટ ઝળકે છે!!
આ પણ વાંચો: જો તમે તમારા સંબંધોમાં ખોવાયેલો રોમાંસ પાછો લાવવા માંગતા હોવ તો આ ટિપ્સને ફોલો કરો
આ પણ વાંચો: જો સંબંધોમાંથી રોમાંસ ગાયબ થઈ રહ્યો છે, તો તરત જ કરો આ 5 કામ
આ પણ વાંચો: હેપ્પી કપલમાં હોય છે આ 7 આદતો, શું તમારામાં એ છે ખરી?- રિલેશનશિપ એક્સપર્ટ
