Relationship: એક જાણીતા રિલેશનશિપ કૉચ તથા એક્સપર્ટે આનંદી યુગલની 7 વિશેષ આદતો વિશે જણાવતા કહ્યું છે કે, આ આદતો કોઈ પણ સંબંધને સુંદર અને સુમધુર બનાવી શકે છે. કઈ છે આ 7 આદતો? તો ચાલો, એના વિશે વિગતવાર જાણીએ એક્સપર્ટ પાસેથી-
કોઈ પણ સંબંધને હંમેશાં ખુશખુશાલ બનાવી રાખવાનું સરળ હોતું નથી પરંતુ, અમુક નાની-નાની વાતોનું ધ્યાન રાખવામાં આવે તો સંબંધમાં મધુરતા જાળવવી એટલુંયે મુશ્કેલ હોતુ નથી. એક જાણીતા રિલેશનશિપ કૉચ તથા એક્સપર્ટના જણાવ્યા અનુસાર, હેપ્પી કપલમાં અમુક વિશેષ આદતો હોય છે જે કોઈ પણ સંબંધને સુંદર બનાવી શકે છે, તો ચાલો જાણીએ આ આદતો વિશે-

ખુશ રહેતા યુગલની 7 આદતો
ફરિયાદ ઓછી કરવી
એક ખુશહાલ યુગલ મોટા ભાગે, હંમેશાં એકબીજાને હસતા-હસાવતા રહે છે. એ દરેક નાની-નાની વાતોમાં ફરિયાદ કરવા કરતા એકબીજાની સાથે ખુશીની તલાશમાં રહે છે અને ઘરના વાતાવરણને હકારાત્મક બનાવી રાખે છે.
એક-બીજાને શાંતિપૂર્વક સાંભળવા
ઘણી વાર એવું બને છે કે, તમારા સાથીની વાત સાંભળવામાં એટલી રસસ્પ્રદ હોતી નથી અથવા તો તમને એમની વાતોમાં રસ નથી પડતો! પરંતુ આવું હોવા છતાં, એક આનંદી યુગલ એકબીજાને ધ્યાનથી સાંભળે છે, જે તેમના પરસ્પર સન્માન તથા સમજદારભરી વર્તણૂકનો સંકેત છે.
એક-બીજાના શોખમાં રુચિ દર્શાવવી
તમને કદાચ તમારા પાર્ટનરનો શોખ ભલે ને પસંદ ન પડતો હોય પરંતુ, એમાં રસ-રુચિ લેવાનો થોડો અમથો પ્રયાસ અવશ્ય કરવો. આવું કરવાથી સંબંધોના તાર સુદ્રઢ થાય છે.
પૂર્ણ રીતે નિર્ભર ન હોવું
આનંદી યુગલ પૈકીના બંને સાથીઓ, થોડો સમય દૂર રહેવાથી એકબીજાની કમી અવશ્ય મહેસૂસ કરે છે પરંતુ, એમનુ જીવન ફક્ત પોતાના પાર્ટનર પર જ પૂર્ણ રીતે નિર્ભર નથી હોતુ. એ બંને સારી રીતે જાણે છે કે, દરેકને પોતાની એક આગવી ઓળખ અને અંગત જિંદગી હોય એ જરુરી છે.
મૌન રહી આનંદ લેવો
દરેક સમયે ફક્ત વાતો જ કર્યા કરવી જરુરી નથી હોતી. ક્યારેક-ક્યારેક ચૂપચાપ સાથે બેસીને સમય વ્યતીત કરવાથી પણ સારું લાગે છે. હેપ્પી કપલ એકબીજાની સાથે મૌન રહીને એ મધુર સાઇલેન્સને પણ એન્જોય કરે છે.
ખચકાટ વિના દરેક વાત શૅર કરવી
ખુશહાલ સંબંધમાં ડર અથવા ખચકાટ હોતો નથી. હેપ્પી કપલ કોઇ પણ ટીકા-ટિપ્પણીના ડર વિના, ખૂલીને પોતાની દરેક ખુશી કે તકલીફ પરસ્પર શૅર કરે છે.
આનંદની ક્ષણોમાં સૌપ્રથમ પાર્ટનરને યાદ કરવો
એક્સપર્ટ જણાવે છે કે એક હેપ્પી યુગલ ખુશીની દરેક પળમાં સૌપ્રથમ પોતાના પાર્ટનરને યાદ કરે છે.
આ 7 આદતોથી એવો નિષ્કર્ષ નીકળે છે કે, એક આનંદપૂર્ણ સંબંધમાં પ્રેમની સાથે-સાથે સન્માન, સમજદારી અને મૈત્રી હોવી પણ જરુરી છે. જો તમે પણ તમારા જીવનમાં આ 7 આદતોને અપનાવશો તો, તમારો સંબંધ પણ મજબૂત અને મધુર બની શકે છે.
આ પણ વાંચો:ધાર્મિક ગ્રંથો શું ભેટમાં આપવા જોઈએ? કાર્યક્રમ કે પ્રસંગમાં ભેટ આપવાના પણ હોય છે નિયમો
આ પણ વાંચો:હનુમાનજીના આ 5 ઉપાયો કરો, બધી આફતથી મુક્તિ મેળવો
