Lifestyle: બ્રેકઅપ (Breakup) થવું એ કોઇ પણ વ્યક્તિ માટે જરાય આસાન નથી હોતું. પ્રિયતમ સાથેનો લાગણીભર્યો સંબંધ તૂટી જવાથી હૈયું ચિરાઇ જતું હોય એવું લાગે છે, ભાવનાઓ ચૂર-ચૂર થઇ જાય છે અને જિંદગીમાં અચાનક ખાલીપો વર્તાવા લાગે છે. આવા સંજોગોમાં ઘણા લોકો એવી ભૂલો કરી બેસે છે કે, જે એમના માટે વધારે તકલીફો ઊભી કરે છે. રિલેશનશિપ કૉચના જણાવ્યા અનુસાર, બ્રેકઅપ બાદ કઈ-કઈ બાબતોથી બચવુ જોઇએ. તો ચાલો એ વિશે જાણીએ વિગતવાર…
બ્રેકઅપ બાદ ન કરવી આ ભૂલો
એકસ સાથે પુન: વાત કરવાનું કે કલોઝર માંગવાનું ટાળવું, કેમ કે આમ કરવાથી તમારા ઘા તાજા થઇ જાય છે અને એ પીડા આપે છે. એટલા જ માટે આવુ કરવાથી બચવું અને પોતાના જીવનમાં આગળ વધી જવાનો પ્રયાસ કરવો.

જૂની-પુરાણી યાદોમાં ગૂંચવાયેલા ના રહો
ફોટા, ચૅટ, ગિફ્ટ્સ આ તમામ વસ્તુઓ વીતેલા સમયના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે. આ વસ્તુઓને વારંવાર જોયા કરવી અથવા સંભાળીને રાખવી એ યોગ્ય નથી.
એક્સ પાર્ટનર કે એના પરિવાર સાથે દોસ્તી ન રાખો
એકવાર સંબંધ (Relation) પૂરો થઇ જાય પછી એ ભૂતકાળ (Memories) બની જાય છે. આવા ભૂતકાળની યાદ અપાવે એવા જૂના સંબંધોથી તમારા મનના તાર એમાં વધુ ગૂંચવાઇ શકે છે. આવા નાજુક સંજોગોમાં, એક્સ અથવા એના સર્કલથી અંતર જાળવી રાખવું જ હિતાવહ છે.
આવેશમય નિર્ણયો લેવા કે બદલો લેવાની ભાવનાથી બચો
કેટલાય લોકો બ્રેકઅપ બાદ, ગુસ્સામાં આવીને દારુ, સ્મોકિંગ અથવા અનૌપચારિક સંબંધો પાછળ ભાગવા લાગે છે. પણ હકીકતમાં આ તમામ વસ્તુઓ નુકસાનકારક છે, આવું કશું પણ કરવાથી તમારે બચવું જોઇએ.

સોશિયલ મીડિયા પર એક્સનો પીછો કરવો નહિં
જો તમારા એક્સ પાર્ટનરે નવેસરથી જીંદગી જીવવાની શરુઆત કરી હોય તો, એના તમામ પાસાઓથી માહિતગાર રહેવાની ઈચ્છા તમને અંદરથી કમજોર અને દુ:ખી કરતી રહેશે. આજના સમયમાં, તમારા એકસના સોશિયલ મીડિયા (Social Media)થી પણ અંતર જાળવી રાખવું જરુરી છે.
સ્વયંને દોષી ન ગણો
બ્રેકઅપ માટે પોતાને દોષ આપવો કે નફરત કરવી અથવા એવું વિચાર્યા કરવું કે, ‘કાશ, હું સારો/સારી હોત તો મારો પાર્ટનર ફરીથી મારી પાસે પાછો આવી ગયો હોત!’ – આ બધુ વાગોળવું તમારા માટે વધારે દુ:ખદાયક સાબિત થશે. આવા નકારાત્મક વિચારોના વમળમાં ફસાવું નહિં.
ફક્ત પોતાને અનુલક્ષીને પરિવર્તન કરો
આ ઉપરાંત, તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે, જીવનમાં કોઈ પણ પરિવર્તન ફક્ત તમારી જાત માટે જ કરવું. સરળ શબ્દોમાં કહીએ તો, પૈસા, શરીર અથવા જીવનશૈલી (Lifestyle)માં હકારાત્મક પરિવર્તનો બીજા લોકોને દેખાડવા માટે નહિં પરંતુ, કેવળ પોતાના માટે જ કરવા.
રિલેશનશિપ એકસપર્ટ જણાવે છે કે, બ્રેકઅપ બાદ પોતાને સંભાળવાનું આસાન હોતુ નથી, પરંતુ સાચી દિશામાં વિચારીને અને યોગ્ય નિર્ણયો લઇને તમે સ્વયંની મદદ કરી શકો છો. અંતે એટલું જ યાદ રાખવું કે, ‘દરેક અંત પછી જ આરંભ હોય છે’. આથી સ્વયંને પ્રેમ કરો અને હકારાત્મક થઇને જીવનમાં આગળ વધો.
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર
આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત
