Ahmedabad News : અમદાવાદના ચકચારભર્યા સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શહેરમાં તણાવભરી પરિસ્થિતી છે. હતાના આ બનાવને પગલે ઉશ્કેરાયેલા લોકોએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેને લઈને 500થી વધુ લોકો સામે પોલીસે હુમલાનો તથા રમખાણોનો ગુનો દાખલ કર્યો છે. બીજીતરફ ઉશ્કેરાયેલા ટોળાએ સ્કૂલની માલ મિલકતને નુકશાન પહોંચાડ્યું હોવાનું લ્કૂલ પ્રશાસનનું કહેવું છે. તે સિવાય ટોળાએ સ્કૂલના સ્ટાફ ઉપર પણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઉલ્અલેખનીય છે કે મદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, આ બનાવને લઈને શહેરમાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘણા લોકોએ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસે 500 થી વધુ લોકો સામે રમખાણો અને હુમલાનો કેસ નોંધ્યો છે.
આ અંગે સ્કૂલ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ટોળાએ શાળાના કાર્યાલય, વર્ગખંડો અને બસ પર હુમલો કર્યો હોવાનું જણાવાયું છે. હુમલાને કારણે સ્કૂલની મિલકતને મોટુ નુકસાન થયું હોવાનું જણાવાયું છે. શાળાના સ્ટાફને પણ માર મારવામાં આવ્યો હતો. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પોલીસની હાજરીમાં આ તોડફોડ ચાલુ રહી હતી.
20 ઓગસ્ટના રોજ અમદાવાદના ખોખરામાં સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. આના વિરોધમાં ગુસ્સે ભરાયેલા લોકોએ વિરોધ કર્યો હતો અને શાળા પરિસરમાં તોડફોડ કરી હતી. દરમિયાન યુથ કોંગ્રેસ અને NSUI એ 21 ઓગસ્ટના રોજ શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તે સિવાય વિશ્વ હિન્દુ પરિષદે મણિનગર અને તેની આસપાસના વિસ્તારોમાં શાળા બંધ અને વિસ્તાર બંધનું પણ એલાન આપ્યું હતું.
આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં પોલીસ સુરક્ષા ચુસ્ત કરવામાં આવી હતી. સેવન્થ ડે સ્કૂલની આસપાસ અને 500 મીટરના અંતર સુધી પોલીસ તૈનાત છે. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરીને હત્યાના આરોપીની ધરપકડ કરી છે અને શંકાના આધારે તેને મદદ કરનાર અન્ય એક વ્યક્તિની અટકાયત કરી છે. આમ આ મામલાને લઈને શેહરમાં તણાવભર્યો માહોલ સર્જાયોછે.
આ પણ વાંચો: Surat News/સુરતમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ મંગળ જેવા બની ગયા, ખાડા તંત્રને દેખાશે ખરા ?
આ પણ વાંચો: Surat News/સુરતના સીમાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
આ પણ વાંચો: Surat News/સુરતમાં મેઘો ત્રાટક્યો! 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામો ડૂબ્યાં
