Ahmedabad News/ અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં બે FIR નોંધાઈ

કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની અટકાયત કરવામાં આવી છે

Top Stories Ahmedabad Gujarat

c : અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના કેસમાં બે અલગ અલગ FIR દાખલ થઈ છે. આ સમગ્ર કેસમાં પોલીસ દ્વારા અલગ-અલગ 2 FIR નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદ સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની નોંધવામાંઆવી છે. જ્યારે બીજી ફરિયાદ શાળામાં તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ નોંધાઈ છે.હત્યાના વિરોધમાં 500 લોકોના ટોળા દ્વારા કરવામાં આવેલી તોફોડને લઈને બીજી ફરિયાદ નોંધવામાં આવી છે.

જેમાં શાળા સંચાલકોએ 15 લાખના નુકસાનની નોંધાવી ફરિયાદ છે.આ સમગ્ર મામલે JCP કૃણાલ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તે સિવાય હત્યાને લઈને અફવાઓ ન ફેલાવવા JCP દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. તે સિવાય કેસ મામલે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરની અટકાયત કરવામાં આવી છે.

જેમાં સ્કૂલના ધો. 8અને ધો. 10ના 2 કિશોરની અટકાયત કરવામાં આવી છે. બીજીતરફ આ મામલામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Surat News/સુરતમાં પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ મંગળ જેવા બની ગયા, ખાડા તંત્રને દેખાશે ખરા ?

આ પણ વાંચો: Surat News/સુરતના સીમાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા

આ પણ વાંચો: Surat News/સુરતમાં મેઘો ત્રાટક્યો! 24 કલાકમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ગામો ડૂબ્યાં