Panchmahal News : પંચમહાલ ભાજપ દ્વારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ ના વિરોધ મા દેખાવો અને રાહુલ ગાંધી ના પૂતળા નું દહન કરવામાં આવ્યું હતું. દેશ ના ગ્રુહ રાજ્ય મંત્રી અમિતભાઇ શાહ ના સંસદ મા બાબા સાહેબ અંગે ના નિવેદન મુદ્દે નિવેદનને તોડી મરોડી કોંગ્રેસ દ્વારા પ્રદષિત કરવા મામલે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા ગોધરા ના ચર્ચ સર્કલ પાસે વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.
બાબા સાહેબ કા અપમાન નહીં સહેંગે, રાહુલ ગાંધી મુર્દાબાદના સુત્રોચાર કરી ભાજપ ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને રાહુલ ગાંદીના પૂતળાનું દહન કર્યું હતું. વિરોધ પ્રદશનમા ભાજપ અગ્રણીઓ, યુવા મોરચા ના કાર્યકરો અને મહિલા કાર્યકરો જોડાયા હતા.
આ પણ વાંચો: 2020-21 દરમિયાન ગુજરાતની GSDP વૃદ્ધિ પાંચ વર્ષમાં સૌથી નીચી: CAG
આ પણ વાંચો: ગુજરાતે FY2026-27 સુધીમાં રાજ્યને 500 અરબ ડોલરનું અર્થતંત્ર રાજ્ય બનાવવાનું કર્યું નક્કી
