Mumbai News: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું છે. સતત વરસાદના કારણે રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ભારઈ ગયાં છે. તથા રસ્તાઓ ઉપર પણ પાણી ફળી વળતા મુસાફરો અને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારનમાં મકાનની દિવાલ ધરાશાય થવાના તથા વૃક્ષો પડી જવાથી મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.
મુંબઈ પુણે એક્સપ્રેસ વે બંધ | Mumbai Pune Expressway Closed

ખંડાલા નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભૂસ્ખલન (Khandala Landslide)થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે અને જૂના મુંબઈ-પુણે રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંને દિશામાં તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.
અધિકારીઓએ મુસાફરોને આગામી સૂચના સુધી અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. ભૂસ્ખલનનો કાટમાળ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે, જોકે વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે.
પુણે જિલ્લામાં પણ ભૂસ્ખલન, એક પરિવાર દટાયો

આ દરમિયાન પુણે જિલ્લાના માવલ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું છે. પાટણ નજીક આવેલા એક ગામમાં ઘર કાટમાળ નીચે દટાઈ જતાં એક પરિવાર ફસાયો હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં જ NDRFની (NDRF Rescue)વિશેષ ટીમ, સ્થાનિક વહીવટીતંત્ર અને બચાવ દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા મુજબ કાટમાળ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ સુધી કોઈ સત્તાવાર જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી નથી. વરસાદી માહોલ અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે.
