Darjeeling/ દાર્જીલિંગમાં કુદરતી હોનારત: ભારે ભૂસ્ખલનને કારણે મુખ્ય રસ્તાઓ બંધ, હજારો પ્રવાસીઓ ફસાયા

પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ (Darjeeling ) શહેરમાં મુશળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે વાહનવ્યવહાર ખોરવાયો, રસ્તા બંધ થતા પ્રવાસીઓ ફસાયા, તંત્ર થયુ એલર્ટ

India Breaking News
Darjeeling

Darjeeling News: દેશમાં ચુમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભારતના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદના સમાચાર સામે આવી રહ્યાં છે. પશ્ચિમ બંગાળ (West Bengal) રાજ્યના ઉત્તર ભાગમાં આવેલ દાર્જીલિંગ શહેરમાં ભારે વરસાદ (Darjeeling Rain)ના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. પહાડી પ્રદેશ દાર્જીલિંગમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે સ્થિતિ વધુ વણસી છે.

Darjeeling માં વાહનવ્યવહાર ખોરવાતા સ્થાનિક તંત્ર એલર્ટ

દાર્જીલિંગમાં મુશળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ ભારે ભૂસ્ખલન (Landslide) થતાં મુખ્ય વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. આ કુદરતી આપત્તિના કારણે ત્યાં ફરવા ગયેલા હજારો પ્રવાસી (Tourists)ઓ અધવચ્ચે જ ફસાઈ ગયા છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં પહાડી માર્ગો પર મોટા પથ્થરો અને માટી ધસી આવતા રસ્તાઓ બંધ થઈ ગયા છે જેથી આ કુદરતી આફતના કારણે દાર્જીલિંગ ફરવા આવેલા હજારો પ્રવાસીઓ અલગ-અલગ જગ્યાએ ફસાઈ ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે અને મુખ્ય માર્ગો અને હાઇવે પરથી ભૂસ્ખલનનો કાટમાળ હટાવવા માટે જેસીબી અને ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.

ભારે વરસાદના પગલે તંત્રની પ્રવાસીઓને અને સ્થાનિકોને અપીલ

ભારે વરસાદના પગલે ઠંડા પવનો અને વરસાદી વાતાવરણથી બચવા તંત્રે સ્થાનિકો તથા પ્રવાસીઓને અપીલ કરી છે. હવામાનની ખરાબ સ્થિતિને જોતાં સ્થાનિક તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવરજવર ટાળવા અને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને પવનને કારણે કોઈ મોટી ઘટના ન બને તે માટે સ્થાનિક તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ ટીમ  તૈનાત કરી છે.


આ પણ વાંચો દેશના 19 રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, વાંચો અહેવાલ

આ પણ વાંચો પશ્ચિમ બંગાળ ભારતના પૂર્વમાં હોવા છતાં નામમાં ‘પશ્ચિમ’ કેમ? જાણો રસપ્રદ ઐતિહાસિક કારણ

આ પણ વાંચો પશ્ચિમ બંગાળમાં ભાજપની રણનીતિ પાછળ ગુજરાતી યુવાન, ઊંઝાના સુપ્રીત પટેલની મહેનત ચર્ચામાં