Ahmedabad News: અમદાવાદ શહેરમાં ફરી એકવાર “ખાખી” પર દાગ લાગ્યો છે. વિશાલા નજીક પીધેલા હાલતમાં પોલીસકર્મીએ રિક્ષા ચાલકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કૃષ્ણનગર ચોકડી પાસે એક પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હોવાનું જાણવા મળ્યું છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પ્રકાશ રબારી નામનો પોલીસકર્મી પોતાની કારમાં ચિક્કાર નશાની હાલતમાં દોડતો હતો. અચાનક તેણે રસ્તા પર જતા રિક્ષા ચાલકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.
ગાડીમાંથી દારૂની બોટલ મળી…
પ્રાથમિક માહિતી મુજબ સરકારી વાહનના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પોલીસકર્મી નશામાં હતો કે કેમ તે નક્કી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે નશામાં ધૂત પોલીસકર્મીઓએ અમદાવાદમાં અનેક વખત અકસ્માતો સર્જ્યા છે. આવી જ એક ઘટના રાણીપ વિસ્તારમાં બની હતી, જ્યાં એક નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો.
સ્થાનિકોએ લગવ્યા આરોપો…
ઘટનાના સાક્ષી રહેવાસીઓએ જણાવ્યું કે પોલીસકર્મી ભારે નશામાં હતો અને કાર પર નિયંત્રણ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. લોકોએ ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે કાયદાની રક્ષા કરનારા જ કાયદા તોડે છે તો સામાન્ય નાગરિકો માટે કેવી સુરક્ષા?
પોલીસ સામે પોલીસની કાર્યવાહી…
વિશાલા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસકર્મી પ્રકાશ રબારી સામે departmental action લેવાની ચર્ચા પણ ચાલી રહી છે. હાલમાં રિક્ષા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદમાં બનેલી આ ઘટના ફરી એકવાર ટ્રાફિક સલામતી અને પોલીસ શિસ્ત અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. કાયદો તોડનારા સામે કડક પગલાં લેવાશે તો જ નાગરિકોમાં વિશ્વાસ જળવાઈ શકે છે.
આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!
આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ
