Stock Market/ શેરબજારે ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલી વખત 70,000ને પાર નિફ્ટી 21,000 ઉપર

શેરબજારે ઇતિહાસ રચ્યો છે. બીએસઇ સેન્સેક્સ પહેલી વખત 70,000ને પાર થઈ ગયો છે અને નિફ્ટીએ પહેલી વખત 21,000ની સપાટી વટાવી છે. અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે દિવસનો પ્રારંભ બજારે વધુ એક તેજીમય દિવસ સાથે ખૂલ્યો.

Top Stories Business

મુંબઈઃ શેરબજારે ઇતિહાસ રચ્યો છે. બીએસઇ સેન્સેક્સ પહેલી વખત 70,000ને પાર થઈ ગયો છે અને નિફ્ટીએ પહેલી વખત 21,000ની સપાટી વટાવી છે. અઠવાડિયાના પ્રથમ દિવસ સોમવારે દિવસનો પ્રારંભ બજારે વધુ એક તેજીમય દિવસ સાથે ખૂલ્યો અને સેન્સેક્સ 100 કરતાં વધુ પોઇન્ટ ઉપર ખૂલ્યો  અને નિફ્ટી 20,934 પર ખૂલ્યો.

બીએસઇ સેન્સેક્સ 100 પોઇન્ટની તેજી સાથે 69,925ના સ્તર પર ખૂલ્યો અને નિફ્ટી 20, 934 પોઇન્ટ પર ખૂલ્યો હતો. સવારે 9 વાગ્યા અને 28 મિનિટ પર સેન્સેક્સે 70,048ની તેની નવી ટોચ નોંધાવી હતી જ્યારે નિફ્ટીએ 21018ની તેની નવી ટોચ નોંધાવી હતી.

નિફ્ટીના ટોપ ગેઇનરમાં ઓએનજીસી, કોલ ઇન્ડિયા, ઇન્ડ્સઇન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા અને એસબીઆઇ શેર હતા. બીજી બાજુએ ટોચના ઘટનારામાં ડોક્ટર રેડ્ડી, એશિયન પેઇન્ટ્સ, સિપ્લા, સન ફાર્મા અને એપોલો હોસ્પિટલ હતા.

અદાણી જૂથના શેરોમાં સોમવારે નબળાઈ હતી. અદાણી પાવર 0.89 ટકા ઘટાડા સાથે 529.05 પર હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર 0.06 ટકા ઉપર 2823.09 હતા. જ્યારે અદાણી ટોટલ ગેસના શેર 1.82 ટકા ઉપર 1170.80 પર હતા. અદાણી ગ્રીન એનર્જીના શેર 2.05 ટકા ઉપર 1518.45 પર હતા. અદાણી વિલ્મરનો શેર 1.40 ટકા નીચે 372.60 રૂપિયા પર હતો. પ્રારંભિક કારોબારમાં અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 1.60 ટકા ઘટાડા સાથે 1113.45 રૂપિયા પર હતો. બીજી બાજુએ એસીસી અને એનડીટીવી રેડ ઝોનમાં હતા.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ