ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે 24 ઓક્ટોબરે દુબઈમાં યોજાનારી આઈસીસી ટી 20 વર્લ્ડકપ મેચમાં જ્યારે તેઓ ભારત સામે ટકરાશે ત્યારે પાકિસ્તાન પર “ઘણું દબાણ” રહેશે. ગ્રુપ 2 ની પ્રથમ મેચમાં બંને ટીમો સ્પર્ધા કરશે. આ બે ટીમો સિવાય ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને અન્ય બે ક્વોલિફાઇંગ ટીમોનો સમાવેશ થાય છે. ક્રિકેટરથી રાજકારણી બનેલા ગંભીરે કહ્યું કે રેકોર્ડ ભારતની તરફેણમાં છે.
ટી 20 ફોર્મેટમાં કોઈને પણ હરાવી શકે છે

ગંભીરે કહ્યું, “મને લાગે છે કે પાકિસ્તાન પર ઘણું દબાણ હશે કારણ કે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પર 5-0ની લીડ મેળવી લીધી છે. ભારત પર દબાણ રહેશે કે કેમ તે અંગે આપણે વાત ન કરવી જોઈએ. પરંતુ હા, પાકિસ્તાન પર ઘણું દબાણ હશે કારણ કે પાકિસ્તાનમાં પણ અપેક્ષાઓ વધારે રહેવાની છે. ગભીરે વધુમાં કહ્યું હાલમાં ભારત પાકિસ્તાન કરતા ઘણી સારી સ્થિતિમાં છે. પરંતુ એ વાત પણ શકાય નહીં કે, કોઈ પણ ટીમ ટી 20 ફોર્મેટમાં કોઈને પણ હરાવી શકે છે. આપણે કોઈ પણ ટીમને હળવાશથી ન લેવી જોઈએ. અફઘાનિસ્તાન જેવી ટીમો પણ આશ્ચર્યચકિત કરે છે. પાકિસ્તાન સાથે પણ આવું જ છે, પરંતુ તેના પર દબાણ રહેશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2013 થી એક પણ દ્વિપક્ષીય શ્રેણી નથી

તમને જણાવી દઈએ કે તણાવને કારણે 2013 થી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ દ્વિપક્ષીય શ્રેણી થઈ નથી. બંને ટીમોનો સામનો માત્ર આઈસીસી ઈવેન્ટ્સમાં જ જોવા મળે છે. બંને વચ્ચે છેલ્લી મેચ 2019 માં ઈંગ્લેન્ડમાં વનડે વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમે આ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. તેણે 2017 ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પોતાની હારનો બદલો પણ લીધો હતો. આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 2021 સંયુક્ત આરબ અમીરાત (યુએઇ) અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે. ફાઇનલ 14 નવેમ્બરે દુબઇમાં રમાશે.
