Not Set/ પાક પ્રેરિત આતંકવાદ મામલે ટ્રમ્પે કહ્યું : PM મોદી લડવા માટે સક્ષમ છે

અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા PM મોદીને ભારતનો “ફાધર ઓફ ઇન્ડિયા” તરીકે સંબોધવામાં આવ્યા હતા. ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલુ આ સંબોઘન ખુબ મોટી વાત તરીકે જોવામાં આવે છે. અમેરિકાની ધરતી પર  PM મોદીનો જલવો આજે પણ જોવા મળ્યો હતો. અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચેની બેઠકમાં PM મોદીએ આતંકવાદ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ […]

Top Stories

અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા PM મોદીને ભારતનો “ફાધર ઓફ ઇન્ડિયા” તરીકે સંબોધવામાં આવ્યા હતા. ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલુ આ સંબોઘન ખુબ મોટી વાત તરીકે જોવામાં આવે છે. અમેરિકાની ધરતી પર  PM મોદીનો જલવો આજે પણ જોવા મળ્યો હતો. અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચેની બેઠકમાં PM મોદીએ આતંકવાદ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી.

અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી વચ્ચેની બેઠક બાદ ટ્રમ્પે, PM મોદીને આતંકવાદ સામે લડવામાં સક્ષમ ગણાવ્યા હતા. અને કહ્યું હતું કે, મોદી પાક પ્રેરિત આતંકવાદ સામે લડવામાં બિલકુલ સક્ષમ છે.

આપને જણાવી દઇએ કે,  બંને દિગ્ગજો વચ્ચે વેપાર અને આતંક અંગે વાટાઘાટો ચાલી રહી છે. તેનાથી બંને દેશોને ફાયદો થશે. ભારતનાં અર્થકારણની દ્રષ્ટિએ 60 કરોડનો સોદો સારો સાબિત થશે તો, અમેરિકામાં 2020 ની ચૂંટણીમાં આ બેઠકથી ડોનાલ્ડ ટ્રમ્પને ફાયદો થશે. ભારતનાં નાણાંમંત્રી પિયુષ ગોયલ પણ અમેરીકા પહોંચી ગયા છે અને તે પણ અમેરીકા સાથેની વ્યાપર બેઠકમાં જોડાશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.