Rajkot News/ રાજકોટ બાલાજી મંદિર ફરી વિવાદમાં, ECHS આરોગ્ય કેન્દ્ર ખાલી કરાવવા દબાણનો આક્ષેપ

રાજકોટના બાલાજી મંદિર (Rajkot Balaji Temple)ના વિવેકસાગર સ્વામી ફરી વિવાદમાં આવ્યા છે. માજી સૈનિકોના ECHS આરોગ્ય કેન્દ્રને ખાલી કરાવવા દબાણના આક્ષેપો વચ્ચે સંચાલકોએ 2028 સુધી લીઝ હોવાનો દાવો કર્યો.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Balaji Temple: માજી સૈનિકોના આરોગ્ય પર સંકટ? ECHS કેન્દ્રને લઈને વિવાદ ગરમાયો

Rajkot News: રાજકોટનું બાલાજી મંદિર (Rajkot Balaji Temple ) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મંદિરના વિવેકસાગર સ્વામી સામે માજી સૈનિકો માટે કાર્યરત આરોગ્ય કેન્દ્ર (ECHS)ની જગ્યા ખાલી કરાવવા દબાણ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે ECHS કેન્દ્રના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે અને જગ્યા ખાલી કરવાનો ઇન્કાર કર્યો છે. સંચાલકોનું કહેવું છે કે, કેન્દ્ર માટેની લીઝ વર્ષ 2028 સુધી માન્ય છે, જેથી હાલ જગ્યા ખાલી કરવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી.

Rajkot Balaji Temple : એરફોર્સના પૂર્વ અધિકારી સાથે બેઠક

મળતી માહિતી મુજબ, જગ્યા ખાલી કરાવવાના મુદ્દે વિવેકસાગર સ્વામી દ્વારા એરફોર્સના એક પૂર્વ અધિકારી સાથે બેઠક પણ યોજવામાં આવી હતી.આ બેઠક દરમિયાન ECHS કેન્દ્રની જગ્યા ખાલી કરવા અંગે ચર્ચા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, ECHS સંચાલકોએ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, કાયદેસરની લીઝ હોવાના કારણે તેઓ જગ્યા ખાલી કરશે નહીં.

Rajkot Balaji Temple છ ECHS કેન્દ્રમાં માજી સૈનિકોને મળે છે આરોગ્ય સેવા

ECHS (Ex-Servicemen Contributory Health Scheme) કેન્દ્ર માજી સૈનિકો અને તેમના પરિવારજનોને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે.કેન્દ્ર સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, આ સેવા સતત ચાલુ રહે તે જરૂરી છે અને અચાનક જગ્યા ખાલી કરાવવાનો પ્રયાસ યોગ્ય નથી.

Rajkot Balaji Temple : લીઝ વર્ષ 2028 સુધી હોવાનો દાવો

ECHS સંચાલકોના જણાવ્યા અનુસાર, જે જગ્યા પર કેન્દ્ર કાર્યરત છે તેની લીઝ વર્ષ 2028 સુધી છે. આ કારણે લીઝ પૂર્ણ થાય તે પહેલાં જગ્યા ખાલી કરવાનો કોઈ આધાર નથી.હાલ આ મામલે બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા સામે આવી શકે છે.


આ પણ વાંચો:રાજકોટઃ બાલાજી મંદિર વિવાદનો મામલો કલેકટર દ્વારા કરવામાં આવ્યો હુકમ બાલાજી મંદિર ટ્રસ્ટને મોટો ઝટકો બંને પક્ષના પક્ષકારોને સાંભળ્યા બાદ હુકમ પરિસરમાંથી કેટલાક વૃક્ષો

આ પણ વાંચો:રાજકોટઃ બાલાજી મંદિર ટ્રસ્ટ ગેરકાયદેસર બાંધકામ વિવાદ ડેપ્યુટી ક્લેક્ટરે હાથ ધરી તપાસ બંન્ને પક્ષકારોના ડેપ્યુટી કલેક્ટરે નિવેદનો લીધા બંન્ને પક્ષકારોને પોતાનો જવાબ

આ પણ વાંચો:રાજકોટ: બાલાજી મંદિરના વિવાદનો મામલો જિલ્લા શિક્ષણ અધિકારીએ સોંપ્યો રિપોર્ટ બાંધકામ બાબતને લઈ જિ.કલેક્ટરને સોંપ્યો રિપોર્ટ 4 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરાશે