વરણી/ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરી PM મોદીની વરણી,5 વર્ષ માટે સેવા આપશે

સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરી PM મોદીની વરણીPM આગામી 5 વર્ષ માટે ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આપશે સેવા, નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને રાજભવન ખાતે યોજાઈ બેઠક

Top Stories India
  • સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરી PM મોદીની વરણી
  • PM આગામી 5 વર્ષ માટે ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે આપશે સેવા
  • નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને રાજભવન ખાતે યોજાઈ બેઠક
  • ટ્રસ્ટની કામગીરી સાથે સંબંધિત વિવિધ પાસાઓ પર થઈ ચર્ચા
  • સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય
  • સોમનાથ મંદિરના અનેક વિકાસ લક્ષી કાર્યોને અપાઈ લીલી ઝંડી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે સવારે અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી હતી.

ગાંધીનગરમાં રાજભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે ફરીથી પીએમ મોદીની વરણી કરવામાં આવી છે.

રાજભવન ખાતે પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહ્યાં હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પીએમ મોદીની ફરી નિમણૂંક કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી પાંચ વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે સેવા આપશે. આ બેઠકમાં સોમનાથ મંદિરના વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી હતી.