Not Set/ આતંકનાં જન્મદાતાને હાથનાં કર્યા હૈયે વાગે છે, પાકિસ્તાનમાં આતંકી હુમલો, 8નાં મૌત અનેક ઘાયલ

આતંકનાં જન્મદાતા એવા પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આ હુમલો બુધવારે સવારે લાહોરનાં દાતા દરબાર નજીક થયો હતો. લાહોરનાં દાતા દરબારની બહાર હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ધમાકામાં કુલ 8 લોકોનાં મૌત થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે. જ્યારે લગભગ 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. ઘટના દરબારની […]

Top Stories World

આતંકનાં જન્મદાતા એવા પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આ હુમલો બુધવારે સવારે લાહોરનાં દાતા દરબાર નજીક થયો હતો. લાહોરનાં દાતા દરબારની બહાર હુમલાખોરે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. ધમાકામાં કુલ 8 લોકોનાં મૌત થયા હોવાનાં સમાચાર મળી રહ્યા છે. જ્યારે લગભગ 18થી વધુ લોકો ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે.

ઘટના દરબારની બહાર રસ્તા પર ઉભી રહેલી એલીટ ફોર્સની ગાડીની પાસે થયો હતો. ફોર્સની ગાડીને ટાર્ગેટ બનાવવાની મંશાથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. આ હુમલામાં 8 લોકોનાં મૌત થયા હોવાનુ સામે આવ્યુ છે, જ્યા ત્રણ પોલીસવાળાનો પણ સમાવેશ થયો છે. હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા છે ત્યારે રાહત બચાવનાં કામને ગતિ આપવા હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી સ્વીકારી નથી. પોલીસ અને સુરક્ષાબળની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના સ્થળની ચારે દિશામાં પોલીસે ચુસ્તબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં આતંકી સંગઠનોને ઉછેરી રહેલી સેના હવે તે જ આતંકનો ભોગ બની રહી છે. આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદને પોતાની જમીન પર પનાહ આપનાર અને મસૂદ અઝહરને બચાવનાર પાકિસ્તાન એક મોડસ ઓપરેન્ડી સાથે આગળ વધી રહ્યુ છે. જેનો હવે તે પોતે ભોગ બની રહ્યુ છે. દુનિયાથી અલગ-થલગ થઇ ગયેલ પાકિસ્તાન જો આ પ્રકારનાં આતંકી હુમલાથી સબક નહી લે તો આવતા સમયમાં તે એક મોટી મુસિબતને નોતરી શકે તેવા અણસાર હવે દેખાઇ રહ્યા છે.