Not Set/ નર્મદા: UPના સીએમ યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

નર્મદા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આજે  2 નવેમ્બર  શુક્રવારે સવારે  કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે, તેમની સાથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે. 31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જે […]

Top Stories Gujarat India Others

નર્મદા,

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી આજે  2 નવેમ્બર  શુક્રવારે સવારે  કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે, તેમની સાથી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર છે.

31 ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જ્યંતિ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કર્યા બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા છે. તેમની સાથે ઉત્તર પ્રદેશના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર પરિસરની મુલાકાતમાં જોડાયા છે.

રૂપાણી સાથે યોગી આદિત્યનાથ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે સૌ પહેલા તેમણે વેલી ઓફ ફ્લાવરની મુલાકાત લીધી હતી. ત્યાબાદ ટેન્ટ સીટી નિહાળશે. નર્મદા કેવડિયાની મુલાકાત કરવા માટે સીએમ રૂપાણી તેમની સાથે છે. યોગી આદિત્યનાથ નર્મદા ડેમ અને છેલ્લે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેનાર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાપર્ણ સમારોહમાં ભાગ લેવા તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, આસામ, તામિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરાલા, દિલ્હી, હરિયાણા અને આંદામાન-નિકોબાર સહિત 20 રાજ્યોના 38 શહેરોના 140 જેટલા ગુજરાતી આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ સમારોહમાં ભાગ લેવા ગુજરાત પધાર્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત વેળાએ બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના મંત્રીપ્રદિપસિંહ જાડેજા અને અગ્રસચિવ સી.વી.સોમ પણ ઉપસ્થિત રહ્યા હતા.