ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટ્વીટર પર એક ધમકી મળી છે. આ ધમકીમાં ધોનીની દિકરી જીવાને કિડનેપ કરવાની વાત કરવામાં આવી છે. આ ધમકી આપનાર કોઇ સામાન્ય વ્યક્તિ નથી. તે એક ચર્ચિત ચહેરો છે. જેને આપ ઘણીવાર જોઇ પણ ચુક્યા છો. આ ધમકી આપનાર કોઇ અન્ય નહી પણ કિંગ્સ ઈલેવન પંજાબની માલ્કિન અને બોલિવુડની એકટ્રેસ પ્રીતિ ઝિંટાએ આપી છે. મજાકમાં કરવામાં આવેલી આ ધમકીને પ્રીતિનાં ઓફિસીયલ ટ્વીટર એકાઉંન્ટમાં આપ જોઇ શકો છો.

પ્રીતિ ઝિંટાએ મજાકીય અંદાજમાં ટ્વીટ કરતા લખ્યુ છે કે, ‘કેપ્ટન કૂલનાં ઘણા ફેન છે, હુ પણ છુ. પરંતુ હવે મારી પ્રાથમિકતા ધોનીથી હટીને તેની દિકરીની તરફ વળી રહી છે. હુ અહી ધોનીને ચેતવણી આપી રહી છુ કે તે સતર્ક રહે, હુ જીવાને કિડનેપ કરી શકુ છુ.’
Captain cool has many fans including me, but off-late my loyalties are shifting to his little munchkin Ziva. Here I’m telling him to be careful – I may just kidnap her 😜 Now it's time for you guys to Caption THIS photo…#Ting pic.twitter.com/bD1ADSXopc
— Preity G Zinta (@realpreityzinta) May 7, 2019
પ્રીતિનાં આ ટ્વીટને અત્યાર સુધીમાં 38 હજારથી પણ વધુ લોકો લાઇક કરી ચુક્યે છે. વળી 3 હજારથી વધુ લોકો આ ટ્વીટને રીટ્વીટ પણ કરી ચુક્યા છે. લોકોને પ્રિતિનો આ મજાકીય અંદાજ ઘણો પસંદ આવ્યો છે. પ્રીતિએ આ ટ્વીટ સાથે એક ફોટો પણ શેયર કર્યો છે. જેમા તે ધોની સાથે મેદાનમાં વાતચીત કરતી જોવા મળી રહી છે.
