Ahmedabad News/ માઉન્ટ આબુમાં ન્યૂ યર પાર્ટીના નામે અમદાવાદની સગીરા સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો

Ahmedabadના રાણીપની 17 વર્ષની સગીરાને માઉન્ટ આબુ લઈ જઈ નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું. વીડિયો વાયરલ થતા પોલીસે કલોલના યુવકની ધરપકડ કરી.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Ranip Minor Rape Case

Ahmedabad Ranip Minor Rape Case: મિત્રતાના નામે વિશ્વાસઘાત અને હેવાનિયતની વધુ એક ઘટના અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી સામે આવી છે. 17 વર્ષીય સગીરાને નવા વર્ષની પાર્ટીના બહાને માઉન્ટ આબુ લઈ જઈ, કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આ હીન કૃત્યનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

Ahmedabad : સહેલી જ બની ‘દુશ્મન’

ભોગ બનનાર સગીરાની ફરિયાદ મુજબ, આ સમગ્ર કાંડમાં તેની 14 વર્ષીય સગીર મિત્ર પણ સામેલ હતી. આ બંને કિશોરીઓ વચ્ચે અંદાજે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા થઈ હતી. 30 ડિસેમ્બર, 2025ના રોજ આ સગીર મિત્રએ પીડિતાને ફોન કરીને માઉન્ટ આબુમાં ન્યૂ યર પાર્ટી કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું. આ આમંત્રણ સ્વીકારીને પીડિતા અમદાવાદથી કલોલ પહોંચી હતી, જ્યાં તેની મુલાકાત તેની સગીર મિત્ર અને અન્ય એક 26 વર્ષીય યુવક સાથે થઈ હતી.

હોટલના રૂમમાં પીરસાયું ‘નશીલું પીણું’

31 ડિસેમ્બરની સવારે આ ત્રણેય માઉન્ટ આબુ પહોંચ્યા હતા અને એક હોટલમાં ચેક-ઈન કર્યું હતું. પીડિતાના જણાવ્યા અનુસાર, બપોરના સમયે તે યુવક અને સગીર મિત્રએ તેને અલગ રૂમમાં પાર્ટી કરવા માટે બોલાવી હતી, જ્યાં તેઓ બિયર પી રહ્યા હતા અને પીડિતાને કોલ્ડ્રિંક આપવામાં આવ્યું હતું. આ કોલ્ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવેલો હોવાથી પીડિતા બેભાન થઈ ગઈ હતી અને જ્યારે તેને હોશ આવ્યો ત્યારે પોતાની હાલત જોઈને તેને કંઈક અઘટિત થયાની આશંકા ગઈ હતી, પરંતુ આ બાબતે પૂછપરછ કરતા અન્ય કોઈએ તેને સંતોષકારક જવાબ આપ્યો નહોતો.

Ahmedabad Ranip Minor Rape Case

મહિનાઓ બાદ વીડિયો વાયરલ થતા ખબર પડી

આ ઘટનાના મહિનાઓ બાદ જ્યારે પીડિતાનો નગ્ન વીડિયો સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયો ત્યારે તેને પોતાની સાથે થયેલા અન્યાયની ખબર પડી. વીડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે યુવક બેભાન હાલતમાં તેની સાથે દુષ્કર્મ કરી રહ્યો છે અને તેની 14 વર્ષીય સગીર મિત્ર આ આખી ઘટનાનું શૂટિંગ કરી રહી છે.

પોલીસ કાર્યવાહી અને ધરપકડ

રાણીપ પોલીસ મથકે આ ગંભીર મામલે કડક કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. પોલીસે આ કાવતરામાં સામેલ કલોલના 26 વર્ષીય મુખ્ય આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે, જ્યારે તેને સાથ આપનાર 14 વર્ષીય કિશોરીને પણ પોલીસ દ્વારા સુરક્ષા કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ દ્વારા આ કેસમાં ભારતીય ન્યાય સંહિતાની દુષ્કર્મ, ગેંગરેપ, નશીલો પદાર્થ આપી ઈજા પહોંચાડવી અને માનહાનિ જેવી અત્યંત ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરતા પહેલા વિચારવાની જરૂરિયાત પર ગંભીર લાલબત્તી સમાન છે.


આ પણ વાંચો: રાજકોટમાં કાકા દ્વારા ભત્રીજી પર 5 મહિના સુધી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા સુરક્ષાના લીરેલીરા ! પોલીસ કાર્યવાહી ન થતા દુષ્કર્મ પીડિતાએ પીધી દવા

આ પણ વાંચો: મહેસાણામાં માનવતા શર્મશાર! મહેસાણામાં દુષ્કર્મનો ભોગ બનેલી 15 વર્ષની સગીરા બની માતા