અમદાવાદ/ કેડિલાના રાજીવ મોદીને દુષ્કર્મ કેસમાં ક્લીન ચીટ,પોલીસે સમરી રિપોર્ટ રજૂ કર્યો

અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં સામે તેમને કલીનચીટ મળી છે.

Top Stories Gujarat

અમદાવાદની કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના CMD રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ કરેલી ફરિયાદમાં સામે તેમને કલીનચીટ મળી છે. આઠ-આઠ સમન્સ પાઠવવા છતાં યુવતી હાજર ન થતા અને પુરાવના અભાવે પોલીસે કોર્ટમાં એ સમરીનો રિપોર્ટ ફાઈલ કર્યો છે.જીવ મોદીને ક્લીનચીટ મળી ગઈ છે. રિપોર્ટમાં રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ લગાવેલ આરોપ પ્રમાણે પુરાવા ન મળ્યા હોવાનો પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે રાજીવ મોદી અગાઉ 15મી ફેબ્રુઆરીએ સોલા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવી ચૂક્યા છે.

નોંધનીય છે કે દુષ્કર્મની ફરિયાદ બાદ રાજીવ મોદી પોલીસ સ્ટેશનમાં હાજર થયા ન હતા. પછી તેમને બે વખત નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ તેઓ 15 ફેબ્રુઆરીએ પહેલીવાર પોલીસ સમક્ષ હાજર થયા હતા. ફરિયાદ બાદ તેઓ ઘણા સમયથી પોલીસ પકડથી દુર હતા. પરંતુ છેવટે હાજર થયા તેમની પાંચ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં સોલા પોલીસે તેમનું નિવેદન નોંધ્યું હતું. પૂછપરછ દરમિયાન રાજીવ મોદીએ તમામ આરોપોને નકાર્યા હતા અને કંપનીના કામ અર્થે બહાર ગયો હોવાનું પણ જણાવ્યું હતું.

નોંધનીય છે કે અનુસાર કેડિલા ફાર્મા કંપનીમાં માલિકની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી.જે બાદ આ કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ આખરે સોલા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ. IPCની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.