Surat News: અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ફાર્મા, એનર્જી આઈટી કંપનીના આઈપીઓ આવે છે. પરંતું ગુજરાતની એક મહાનગરપાલિકા પોતાનો આઈપીઓ બહાર પાડવા જઈ રહી છે. સુરત મનપા સૌ પ્રથમ વખત આઇપીઓ બહાર પાડશે. સુરત પાલિકા 200 કરોડ રૂપિયાના પબ્લિક આઇપીઓ બહાર પાડશે. પર્યાવરણલક્ષી વિવિધ કાર્યો માટે ફંડ એકત્રિત કરવા કવાયત હાથ ધરાઈ છે. સ્ટેન્ડીગમાં પાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આજે આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવશે. આઇપીઓ માટે ફેસવેલ્યુ 1 હજાર નક્કી કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા રૂ.200 કરોડ રૂપિયાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે, જે માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે. તેના પર ગુરુવારે નિર્ણય લેવામાં આવશે. જો મંજૂરી મળે તે સુરત મહાનગર પાલિકા ૨૦૦ કરોડ રૂપિયાનો ફંડ પબ્લિક આઇપીઓ બહાર પાડી જાહેર જનતા પાસેથી લેવા માટે પ્રયાસ કરશે.
સુરત મહાનગર પાલિકા દ્વારા આવકના સ્ત્રોત વધારવા માટેના પ્રયાસો સતત જારી છે. હાલ સુરતમાં અનેક વિકાસ કાર્યો કાર્યરત છે. ત્યારે નવા- નવા પ્રોજેકટો માટે ફંડ એકત્રિત કરવા માટે પાલિકા પ્રયત્નશીલ છે. સોલાર, વોટર અને વિન્ડ સહિતના એન્વાયરમેન્ટ એનર્જી સેક્ટરના કાર્યા માટે પાલિકા દ્વારા બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયાનો ગ્રીન બોન્ડ બહાર પાડવાની જાહેરાત મનપાના બજેટમાં કરવામાં આવી હતી.જો કે તે સમયે પ્રાઇવેટ ઇશ્યૂ બહાર પાડવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે ૨૦૦ કરોડ રૂપિયાનું ભરણું પ્રાઇવેટ સેક્ટર પાસેથી લેવાની તૈયારી હતી, પરંતુ પ્રાઇવેટ સેક્ટર્સ પાસેથી લેવામાં આવેલા ભરણાનો વ્યાજદર ઊંચો હોવાથી મનપાએ તેમાં પાછળથી ફેરફાર કર્યો હતો અને પબ્લિક ઇશ્યૂ બહાર પાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
પબ્લિક ઇશ્યૂ બહાર પાડવામાં આવે તો વ્યાજદર પાલિકા નક્કી કરી શકશે, તેથી પાલિકાને બચત પણ થશે. જેને પગલે પાલિકા દ્વારા આ નિર્ણય લેવાયો છે. તેના માટે એજન્સીની નિમણુંક કરવા સહિતની કામગીરી માટેના કામની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે, જેના પર શાસકો ગુરુવારે નિર્ણય લેશે. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ આઇપીઓ માટે ફેસ વેલ્યુ ૧૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મનપાના પર્યાવરણલક્ષી પાંચ પ્રોજેક્ટો 215.98 કરોડ રૂપિયા આંતરિક સ્ત્રોતમાંથી તથા રૂપિયા 198.20 કરોડ રૂપિયા અન્ય સ્ત્રોતમાંથી મેળવવામાં આવશે.
આ પણ વાંચો: બનાસકાંઠા અને જૂનાગઢમાં થયેલા અકસ્માતમાં બેના મોત
આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 15નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક
આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી
