થરાદ માં મુખ્યમંત્રી ના આગમન સમયે જ નાગલા ગામ ના લોકોએ તેમના વિરુદ્ધ પોસ્ટર મારી કર્યો વિરોધ 2017 ના વાયદા ન પાળી એકતા મુખ્યમંત્રીનો વિરોધ કરવામાં અવી રહ્યો છે.
આવતી કાલે થરાદ માં મુખ્યમંત્રી નું આગમન થઈ રહ્યું છે કૃષિ યુનિવર્સિટીની ના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે 2017 માં આવેલ પુર થી નાગલા ગામ માં વિનાશ વેરાયો હતો અને મુખ્યમંત્રી એ આ ગામ ની તમામ સમસ્યા દૂર કરવાના મસમોટા વાયદા કર્યા હતા.પણ વાયદા વાયદા જ રહી જતા 2 વર્ષે પણ નાગલા ગામ ના લોકો હાડમારી વેઠી રહ્યાં છે.
તંત્ર માં વારંવાર રજુઆત છતાં કોઈ પરિણામ ન મળ્યું.ત્યારે મસમોટા વાયદા કરી ને ગયેલા મુખ્યમંત્રી ને પોતાના વાયદા સાચવવાનું આહવાન કરવામાં આવ્યું છે અને નાગલા ગામ માં કોઈ પણ રાજકીય નેતા ના પ્રવેશ પર પ્રતિબંધ પોસ્ટર મારી ને લગાવવામાં આવ્યો છે.
નાગલા ગામના લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે મુખ્યમંત્રી વાયદા કરી ને ભૂલી ગયા કે નાગલા ની કોઈ પડી નથી ? ક્યાં ખોવાઈ ગયા સંવેદનશીલ સરકાર નો દાવો કરનાર નેતાઓ.? આવા અનેક સવાલો વચ્ચે હાલ તો મુખ્યમંત્રી ના કાર્યક્રમ ને લઈ પોસ્ટર લાગ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
