Not Set/ LRD વિવાદ મુદ્દે ભાજપનાં વધુ એક નેતાએ ઠાલવ્યો બળાપો, CM ને લખ્યો પત્ર

ભાજપનાં વધુ એક નેતાએ સરકાર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો છે. લોક-રક્ષક દળની પરીક્ષાને લઇને મહિલાઓ બિનઅનામતનાં આંદોલનને માર્ગે છે તેને લઇને એલઆરડી મામલે ભાજપનાં વધુ એક નેતાએ આરોપ લગાવ્યો છે. ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી બળાપો ઠાલવ્યો છે. તેમણે અધિકારીઓને પાપી ગણાવ્યા છે. એલઆરડી મામલે ભાજપનાં વધુ એક નેતાએ સરકાર પર આરોપ લગાવ્યો છે. છેલ્લા ઘણા […]

Uncategorized

ભાજપનાં વધુ એક નેતાએ સરકાર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો છે. લોક-રક્ષક દળની પરીક્ષાને લઇને મહિલાઓ બિનઅનામતનાં આંદોલનને માર્ગે છે તેને લઇને એલઆરડી મામલે ભાજપનાં વધુ એક નેતાએ આરોપ લગાવ્યો છે. ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને પત્ર લખી બળાપો ઠાલવ્યો છે. તેમણે અધિકારીઓને પાપી ગણાવ્યા છે.

એલઆરડી મામલે ભાજપનાં વધુ એક નેતાએ સરકાર પર આરોપ લગાવ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોક-રક્ષક દળની પરીક્ષાને લઇને પહેલા અનામત વર્ગની મહિલાઓ દ્વારા અનામત પર વિરોધ કરવામાં આવ્યો અને હવે બિનઅનામત વર્ગની મહિલાઓ દ્વારા વિરોધ બાદ વધુ એક નેતાએ બળાપો ઠાલવ્યો છે.

એલઆરડી ભરતીમાં થયેલા અન્યાયને લઇને જે આંદોલન ચાલી રહેલા છે તેને લઇને ગુજરાતમાં તાજેતરમાં જે પરિસ્થિતિ છે તેને લઇને ઓબીસી, એસસી અને બિનઅનામત વર્ગ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. જેને લઇને વધુ એક ભાજપનાં નેતાનો બળાપો સામે આવ્યો છે. મહત્વની વત એ છે કે ધવલસિંહ ઝાલા એ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે અને પત્રમાં સ્પષ્ટપણે તેમણે અધિકારીઓને પાપી ગણાવ્યા છે. આ મામલે આ પહેલા ગઇકાલે અલ્પેશ ઠાકોરે પણ નિવેદન આપ્યુ હતુ, સરકારને આ અંગે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યુ હતુ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.