Not Set/ ડિજીટલ માધ્યમથી પેમેન્ટ કરતા લોકોને સરકાર આપશે રાહત, બેંકોને શુ આપશે રાહત જાણો

 નવી દિલ્હીઃ સરકારે નોટબંધી બાદ ઉભી થયેલી હાલાકીને દૂર કરવા માટે ડિજીટલ પેમેન્ટનો રસ્તો અપનાવ્યો છે. એટલા માટે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સાર્વજનીક ક્ષેત્રોમાં આવી (પીએસપી)ને ડિજીટલ માધ્યમથી લેવડ-દેવડ કરવા પર ફિજ ચાર્જ નહી વસુલવા માટે કહેવામાં આવ્યું છે. આ નિર્ણયથી જે લોકો ડિજીટલ માધ્યમથી પેમેન્ટ કરે છે તેને રાહત મળશે. અને રોકડ રમક […]

Uncategorized

 નવી દિલ્હીઃ સરકારે નોટબંધી બાદ ઉભી થયેલી હાલાકીને દૂર કરવા માટે ડિજીટલ પેમેન્ટનો રસ્તો અપનાવ્યો છે. એટલા માટે ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સાર્વજનીક ક્ષેત્રોમાં આવી (પીએસપી)ને ડિજીટલ માધ્યમથી લેવડ-દેવડ કરવા પર ફિજ ચાર્જ નહી વસુલવા માટે કહેવામાં આવ્યું છે. આ નિર્ણયથી જે લોકો ડિજીટલ માધ્યમથી પેમેન્ટ કરે છે તેને રાહત મળશે. અને રોકડ રમક રાખવાના ચકરમાંથી પણ રાહત મળશે. સરકાર લોકો ડિજીટલ અને ઓનલાઇનથી પેમેન્ટ કરે તેવું ઇચ્છી રહી છે.

સરકારની નિર્ણયથી RBI દ્વારા IMPS, UPII અને USSD થી 1000 રૂપિયાન લેવડ દેવડને તર્ક સંગત બનાવતા 1 જાન્યુઆરી 2017 થી માર્ચ 31 માર્ચ 2017 ચાર્જમાં છુટી આપી છે.

રિઝર્વ બેંકે 1 જાન્યઆરી 2017 થી 31 માર્ચ 2017 સુધી કાર્ડ અને ડેબિટ કાર્ડથી 2000 રૂપિયા સુધીની ખરીદી પર મર્ચેંટ ડિસ્કાઉન્ટ રેટ MDR ને પણ તર્કસંગત બનાવી છે. બુધાવારે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ ડિજીટલ અને કાર્ડ્સ પેમેન્ટ પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રાલયે  તમામ બેંકોને સાર્વજનીક ક્ષેત્રની તમામ બેંકોને જનતાના હિતમાં આઇએમપીએસ અને યૂપીઆઇથી પેમેન્ટ કરવા પર ચાર્જ નહી લેવા કહ્યુ છે. તેમજ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાંસફર એનઆઇએફટી દ્વારા 1000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર સેવા કરવા લેવા માટે જ કહેવામાં આવ્યું છે.

આ સાથે જે યૂએસએસડી દ્વારા 1000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર પચાસ પૈસાની છુટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ લાભ 31 માર્ચ 2017 સુધી તમામ લેવડ-દેવડ પર લાગુ કરવામાં આવ્યો છે.