ગુજરાત સહિત દેશનાં પશ્ચિમી સાગરકિનારાનાં સ્થળોને મેઘો ધમરોળી રહ્યો છે. ગુજરાતમાં અનેક જગ્યાએ પાછલા 24 કલાકમાં ભારે વરસાદનાં કારણે આભ ભાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ભારે વરસાદની આગાહી પણ આપી દેવામાં આવી છે, ત્યારે મુંબઈ પર મોટી આફતના એંધાણ જોવામાં આવી રહ્યા છે. વરસાદી આફતનાં પગલે આજે મુંબઈ માટે વરસાદી ‘રેડ એલર્ટ’ આપી દેવામાં આવ્યું છે.
મુંબઇમાં આજે અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મહાનગરનાં મોટાભાગના વિસ્તારોમાં ‘અતિ ભારે’ પડશે. હવામાન વિભાગે સતર્ક રહેવા તંત્ર અને લોકોને અપીલ કરી છે. તકેદારીનાં ભાગ રુપે NDRF અને ફાયરબ્રિગેડને એલર્ટ કરાયા છે. હાલમાં જ પુનમ ગઇ હોવાનાં કારણે દરિયામાં હાઇટાઇડ એટલે કે માટી ભરતીનો સમય હોવાનાં કારણે, જો ભારે વરસાદ એક સમયે પડે તો ઠેરઠેર પાણી ભરાઇ જવાની ભીતી પણ મુંબઇ માથે ગાજી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
