Not Set/ સુરેન્દ્રનગર/ તળાવમાં નહાવા પડેલા બાળકો બચાવવા જતા 3 લોકોના ડૂબી જવાથી મોત

હજુ તો, ગુજરાતમાં મેઘાએ એન્ટ્રી જ મારી છે અને કહેવાય કે વરસાદનો પહેલો જ રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યાં તો વરસાદ – વીજળી અને ડૂબી જવાથી મોત થયાનાં અનેક આઘાત જનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જી હા, બે – ત્રણ દિવસ પહેલા ગુજરાતમાં પહેલી વખત જૂદી જૂદી જગ્યાએ વીજળી પડવાથી એક જ દિવસમાં 10 લોકોના […]

Gujarat Others

હજુ તો, ગુજરાતમાં મેઘાએ એન્ટ્રી જ મારી છે અને કહેવાય કે વરસાદનો પહેલો જ રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યાં તો વરસાદ – વીજળી અને ડૂબી જવાથી મોત થયાનાં અનેક આઘાત જનક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જી હા, બે – ત્રણ દિવસ પહેલા ગુજરાતમાં પહેલી વખત જૂદી જૂદી જગ્યાએ વીજળી પડવાથી એક જ દિવસમાં 10 લોકોના મોત નીપજ્યાનું નોંધવામાં આવ્યું હતું. આ વરસાદી સિઝન લાગે છે કે, સુરેન્દ્રનગર જીલ્લા માટે ભારે રહેવાની છે.

જી હા, વીજળી પડવાની ઘટનામાં પણ સુરેન્દ્રનગર પર કહેર વરસ્યો હતો અને આજે ફરી બાળકો ડૂબી જવાથી પણ સુરેન્દ્રનગર પર કહેર વરસતો જોવામાં આવી રહ્યો છે. દુખદ કહી શકાય તેવી વાત જાણે એમ છે કે, સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાનાં ચોકડી ગામથી બાળકો તળાવમાં ડૂબી જવાની દુખદ ઘટના સામે આવી રહી છે. તળાવમાં બાળકને બચાવવા જતા 3 લોકોનાં મોત નીપજ્યા હોવાની ઘટના સામેે આવતા સમગ્ર પંથકમાં માતમ છવાયુ જોવામાં આવી રહ્યું છે. 

જી હા, ચુડા તાલુકાનાં ચોકડી ગામ તડાવમા નહાવા પડેલા બાળકો ડૂબતા હોવાનાં કારણે બાળકને ડૂબતો બચાવવા જતા 3 લોકોના મોત નીપજ્યા છે. ધરમ કરતા ધાડ પડી હોય તેવી આ ઘટનામાં બચાવ માટે સામે આવેલા 3 લોકોનાં તળાવમાં ડૂબી જવાથી મોત નીજપ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ફાયર ફાયટર ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ત્રણેયના મૃતદેહને પાણીમાથી બહાર કાઢી પી.એમ.અર્થે મોકલી આપ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews