- અમદાવાદીઓને આજથી નવા વર્ષની મળશે ભેટ
- રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોયરાઈડ થશે શરૂ
- મંત્રી પૂર્ણેશ મોદી હેલિકોપ્ટર જોયરાઈડનો કરાવશે પ્રારંભ
- 9 મિનિટમાં શહેરનો આકાશી નજારો માણી શકાશે
- રિવરફ્રન્ટથી મોદી સ્ટેડિયમ સુધીની રાઈડ
- 1 રાઇડમાં 5 મુસાફરો બેસી શકશે
- મુસાફરો દીઠ 2360 રૂપિયાનો ટિકિટનો દર રહેશે
આજે નવા વર્ષની અમદાવાદીઓને ભેટ મળવા જઇ રહી છે. આજે શનિવારે 1 જાન્યુઆરીથી અમદાવાદ શહેરમાં હેલિકોપ્ટર જોયરાઈડ સર્વિસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ અગાઉ સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતુ તે મુજબ રાજ્યનાં નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદી સાબરમતી રિવરફ્રંટથી આ સેવાનો પ્રારંભ કરાવશે. સામાન્ય જનતા આ સેવાનો પ્રારંભ થવાની સાથે જ આકાશમાંથી શહેરનો પૂરો નજારો માણી શકશે.
આ પણ વાંચો – ગોધરા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ ટીમ દ્વારા / ફેસબુક ફ્રેન્ડ રીકવેસ્ટની મિત્રતામાં લાખ્ખો રૂ.ની છેતરપીંડી કરનાર બે યુવતીઓ સમેત ચાર
આપને જણાવી દઇએ કે, હેલિકોપ્ટર રાઈડની મજા લેવાની ઇચ્છા રાખતા લોકો માટે આ મોટા સમાચાર છે. અમદાવાદનાં રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જોયરાઈડ સર્વિસનો પ્રારંભ થશે. આ રાઈડમાં નાગરિકો 9 મિનિટ સુધી શહેરનો નજારો માણી શકશે. આ રાઈડ રિવરફ્રન્ટથી મોટેરામાં સ્થિત મોદી સ્ટેડિયમ સુધીની રહેશે. આ એક રાઇડમાં 5 મુસાફરો બેસીને રાઈડની મજા માણી શકશે. વળી જો આ રાઈડની ટિકિટની વાત કરીએ તો તે મુસાફર દીઠ રૂ.2360 રાખવામાં આવી છે. જો કે આ સિવાય સરકારે એર એમ્બ્યુલન્સ સેવા શરુ કરવા અંગે પણ નિર્ણય લીધો છે. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કોઇ વ્યક્તિને ધાર્મિક તેમજ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા માટે હેલિકોપ્ટર ભાડે આપવાની બાબત પણ આ યોજનામાં સામેલ છે. સાથે જ અગત્યનું એ છે કે હવે અમદાવાદ-કેવડિયાને જોડતી સી-પ્લેન સેવા પણ શરુ થશે તેવી બાબત આ આયોજનમાં ઉમેરવામાં આવી છે.
આ પણ વાંચો – મોટા સમાચાર / શું ખરેખર નવા વર્ષમાં ઉત્તર કોરિયાનાં તાનાશાહ કિંમ જોંગ ઉનનું હ્રદય પરિવર્તન થયુ?
રાજ્ય સરકારનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ તમામ સેવાઓનાં સંચાલન માટેની જરુરી મંજૂરીઓ પહેલેથી જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા અને અન્ય કેન્દ્ર સરકારની એજન્સીઓ પાસેથી મેળવી લેવામાં આવી છે.
