બુધવારે શેરબજાર (Stock Market) માં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી (nifty)2000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે HDFC 8 ટકાથી વધુ ઘટ્યો હતો. દરમિયાન એક કંપનીનો શેર રૂ.1.5 લાખ સુધી પહોંચ્યો હતો.
બુધવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ (sensex) 1600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 460 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.સૌથી વધુ ઘટાડો બેન્ક નિફ્ટીમાં હતો, જે 2000 પોઈન્ટ્સ અથવા 4 ટકાથી વધુ તૂટ્યો હતો. જો કે આ દરમિયાન એક શેરે ઈતિહાસ રચ્યો હતો. અચાનક આ શેર 1.50 લાખ રૂપિયા પ્રતિ શેરને પાર કરી ગયો.
ભારતીય શેરબજાર (India Stock Market)માં સૌથી મોંઘા સ્ટોક MRF એ આજે ઈતિહાસ રચ્યો છે. કંપનીના શેર્સ (MRF શેરની કિંમત) ઇન્ટ્રાડે દરમિયાન 10 ટકા અથવા રૂ. 13520.7 વધીને રૂ. 1.50 લાખ પ્રતિ શેરના ભાવે પહોંચી ગયા છે. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. અગાઉ, આ શેર અચાનક 10 ટકા વધીને રૂ. 1,50,254.16 પ્રતિ શેર પર પહોંચી ગયો હતો. જોકે, તે 1.46% અથવા રૂ. 1,994.66 ઘટીને રૂ. 1,34,600.05 પ્રતિ શેર પર બંધ થયો હતો.
HDFCના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો
બુધવારે HDFC બેન્કનો શેર 8.35 ટકા ઘટીને રૂ. 1,539 પર બંધ થયો હતો. સૌથી મોટી બેંકમાં આટલા મોટા ઘટાડાથી બેંક નિફ્ટીમાં 2000 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાનગી ક્ષેત્ર પણ ઘટાડા સાથે બંધ થયું હતું. તેમજ સેન્સેક્સ 1600થી વધુ પોઈન્ટ્સ અને નિફ્ટી 460 પોઈન્ટ્સ તૂટ્યો હતો.
બીજા ક્વાર્ટરમાં નફો
નોંધનીય છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં MRF કંપનીએ મજબૂત દેખાવ દર્શાવ્યો હતો. નાણાકીય વર્ષ 2024 ના બીજા ક્વાર્ટરમાં, MRF નો સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 374 ટકા વધ્યો હતો, જે રૂ. 123.9 કરોડ વધીને રૂ. 587 કરોડ થયો હતો. ઓપરેટિંગ રેવન્યુમાં 6.71 ટકાનો વધારો થઈને રૂ. 6217 કરોડ થયો હતો.
(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ અવશ્ય લો.)
આ પણ વાંચો:વડોદરા/PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા
આ પણ વાંચો:ayodhya ram mandir/‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ
આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત
