Delhi News: નોઈડા (Noida) પોલીસે એન્કાઉન્ટર (Encounter) બાદ 4 બદમાશોની ધરપકડ (Arrest) કરી છે. તેમની પાસેથી રોકડ અને અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે પોલીસકર્મીઓ સાથે ટૂંકા એન્કાઉન્ટર (Encounter) પછી નોઇડા (Noida)માં ચાર ગુનેગારોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે ફાયરિંગમાં બે બદમાશો ઘાયલ થયા છે.
એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરદેશ કથેરિયાએ જણાવ્યું હતું કે સેક્ટર 142 પોલીસ સ્ટેશનની એક ટીમ વાહનોની તપાસ કરી રહી હતી. તે જ સમયે એક કાર આવી રહી હતી. જ્યારે પોલીસ ટીમે કારને રોકવાનો ઈશારો કર્યો તો કારને રોકવાને બદલે અંદર બેઠેલા લોકોએ પોલીસ ટીમ પર કથિત રીતે ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયાસ કર્યો.

કથેરિયાના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં પોલીસ ટીમે પણ ગોળીબાર કર્યો, જેમાં બે બદમાશો દીપક કુમાર અને કનોજ ઉર્ફે શાકા ઘાયલ થયા. જે બાદ પોલીસે કારનો પીછો કરીને અન્ય બે ગુનેગારો સચિન અને અજીતની ધરપકડ કરી હતી. જો કે તેનો એક સાથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે બદમાશોની પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે આ ગુનેગારોએ 11 ઓગસ્ટના રોજ મોહિયાપુર ગામમાં એક ખેડૂતના ઘરે દરોડો પાડીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી બદમાશો પાસેથી રોકડ, એક પિસ્તોલ, ત્રણ બંદૂકો અને કારતુસ મળી આવ્યા છે. બદમાશોની કાર પણ જપ્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ગુનેગારોએ અનેક લૂંટ કર્યાની કબૂલાત કરી છે.
