stray cattle/ ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત

રાજ્યમાં રખડતા ઢોરને કારણે ભાવનગરમાં મોતી તળાવ રોડ પર વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. મોટરસાયકલ સવારનું મોત થતાં લોકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 16T130620.890 ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત

Bhavnagar News: રાજ્યમાં રખડતા ઢોરને કારણે ભાવનગરમાં મોતી તળાવ રોડ પર વધુ એક વ્યક્તિનો ભોગ લેવાયો છે. મોટરસાયકલ સવારનું મોત થતાં લોકોનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

એક યુવક મોટરસાયકલ પર જઈ રહ્યો હતો. દરમિયાન મોતી તળાવ રોડ પર રખડતા ઢોર વચ્ચે આવતા મોટરસાયકલ અથડાતા અકસ્માત થયો હતો. ગંભીર રીતે ઈજા થયા બાદ ઘટના સ્થળે તેનું મોત નિપજ્યું હતું.

થોડા મહિનાઓ અગાઉ ભાવનગરમાં આવો જ અન્ય બનાવ બન્યો હતો. જેમાં યુવક  ઘોઘા સર્કલ પાસેથી જઈ રહ્યો હતો. દરમિયાન, ઢોર આડું ઉતરતા બાઈક સ્લીપ મારી હતી. બાદમાં યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.

રખડતા ઢોરોના આતંકને લઈ પ્રજામાં તંત્ર વિરૂદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. મૃતકનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરવા છતાં નિંદ્રાધીન બન્યું છે. લોકો મુસીબતમાં મૂકાયા છે અને રખડતાં ઢોરોનો આતંક યથાવત્ છે.

રખડતા ઢોરોના ત્રાસ અને હુમલાઓને લઈને ગુજરાત હાઇકોર્ટ દ્ધારા ઝાટકણી કાઢ્યા બાદ સરકારે રખડતા ઢોરને લઈ મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા વિસ્તાર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ વિસ્તારોમાં રખડતા ઢોરનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારની નવી ગાઇડલાઇન અનુસાર, રજીસ્ટ્રેશન વગરનાં ઢોરને જપ્ત કરવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકા તેમજ નગરપાલિકાએ પશુઓમાં ટેગ લગાવવાની કામગીરી કરવી પડશે.પરમિશન માટે નિશ્ચિત ચાર્જ ભરવો પડશે. તો જાહેર રસ્તાઓ પર ઘાસ વેચાણ અને પશુઓને ઘાસ ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પતિ સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતી મહિલાઓ પહેલા આ વાંચી લેજો….તમારી સાથે પણ આવું થઇ શકે

આ પણ વાંચો:અયોધ્યામાં રામલલ્લાની આજથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિવત્ શરૂ કરાશે, મહોત્સવની શુભ ઘડી આવી ગઈ

આ પણ વાંચો:બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ફાયરિંગની ઘટના, બાળકી થઈ ઈજાગ્રસ્ત