જમ્મુ કાશ્મીર/ શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

Top Stories India
આતંકવાદીઓ

જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ એન્કાઉન્ટર શોપિયાંના જૈનાપોરો અને ચેરમાર્ગ વિસ્તારમાં થઈ રહ્યું છે.

 મળતી માહિતી અનુસાર, પોલીસ અને સુરક્ષા દળો શોપિયાંના જૈનાપોરો અને ચેરમાર્ગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ઓપરેશનથી ગભરાઈને ત્યાં છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર શરૂ કર્યો.

બંને તરફથી લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો. ફાયરિંગમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. જવાનો આ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે આ પહેલા શુક્રવારે આતંકવાદીઓએ શ્રીનગરના નૌહટ્ટા વિસ્તારમાં ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મચારી ઘાયલ થયો હતો.

આ પણ વાંચો : ચાલુ ટ્રેનમાં એક યુવકે 6 વર્ષની બાળકી પર કર્યો રેપ, રેલ્વે પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો : ભારતમાં 15-18 વર્ષની વયના 2 કરોડ કિશોરોનું રસીકરણ સંપૂર્ણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી માહિતી

આ પણ વાંચો :20 ફેબ્રુઆરીએ બંધ રહેશે દિલ્હી મેટ્રોના આ સ્ટેશન, જાણો- DMRCએ શું આપ્યું કારણ?

આ પણ વાંચો :કોલકાતાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ, સાત ફાયર ટેન્ડર ઘટના સ્થળે  

આ પણ વાંચો :આજે લખનૌનું રાજકીય તાપમાન વધશે, અમિત શાહ, રાજનાથ સિંહ અને સીએમ યોગી કરશે જાહેરસભા