દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેનું કારણ કોરોના રસીકરણ અભિયાન છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડિતી આપી હતી કે, દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 વિરોધ્ધી રસી આપવામાં આવી છે. માંડવિયાએ કહ્યું કે, યંગ ઈન્ડિયા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનને આગલા સ્તર પર લઈ જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 15 થી 18 વર્ષની વયજૂથના 70 ટકાથી વધુ લાભાર્થીઓને કોવિડ વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
આ પણ વાંચો:/ 20 ફેબ્રુઆરીએ બંધ રહેશે દિલ્હી મેટ્રોના આ સ્ટેશન, જાણો- DMRCએ શું આપ્યું કારણ?
રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) અનુસાર, એવો અંદાજ છે કે, 2021-22માં 15 થી 18 વર્ષની વય જૂથની વસ્તી લગભગ 7.4 કરોડ છે. દેશમાં આ વય જૂથ માટે કોવિડ વિરોધી રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, દેશમાં શુક્રવારે એન્ટી-કોવિડ રસીના ડોઝની સંખ્યા 174.99 કરોડના આંકડાને વટાવી ગઈ છે.મંત્રાલયનાં જણાવ્યાં અનુસાર, શુક્રવારે સાંજે 7 વાગ્યા સુધી 32 લાખ (32,92,516) થી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને મોડી રાત સુધીમાં અંતિમ રિપોર્ટના સંકલન સાથે દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1.86 કરોડથી વધુ કોવિડ નિવારક ડોઝ આપવામાં આવ્યા છે. મહામારી સામે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. આ પછી વિવિધ વય જૂથો માટે રસીકરણ શરૂ થયું.
આ પણ વાંચો: આજે લખનૌનું રાજકીય તાપમાન વધશે, અમિત શાહ, રાજનાથ સિંહ અને સીએમ યોગી કરશે જાહેરસભા
આ પણ વાંચો:કોલકાતાના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભીષણ આગ, સાત ફાયર ટેન્ડર ઘટના સ્થળે
