વાયનાડ/ દેશનું વાતાવરણ બગાડી રહ્યા છે RSS અને BJP, રાહુલ ગાંધીનો મોટો પ્રહાર

નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે RSS અને BJP આ દેશમાં વાતાવરણ બગાડી રહ્યા છે.

Top Stories India
Rahul Gandhi

નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે RSS અને BJP આ દેશમાં વાતાવરણ બગાડી રહ્યા છે. દેશ અત્યારે કોમી રમખાણો સામે ઝઝૂમી રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી દેશની જનતાને જોડવાનું કામ કરે છે.

કેરળના ત્રણ દિવસીય પ્રવાસે વાયનાડ પહોંચેલા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ દેશમાં વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરએસએસ અને ભાજપ આ દેશમાં વાતાવરણ બગાડી રહ્યા છે. દેશ અત્યારે કોમી રમખાણો સામે ઝઝૂમી રહ્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું આ નિવેદન નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ આવ્યું છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે નુપુર શર્માના પયગમ્બરના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે ઉદયપુરની ઘટના માટે નુપુર શર્મા જવાબદાર છે. તેણે ટીવી પર દેશની જનતાની માફી માંગવી જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે માત્ર કોંગ્રેસ પાર્ટી જ દેશના લોકોને જોડવાનું કામ કરે છે. જ્યારે આરએસએસ અને ભાજપ દેશની જનતાને હિંસામાં ધકેલવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે તેમના લોકસભા મતવિસ્તાર વાયનાડની ત્રણ દિવસીય મુલાકાતે કેરળ પહોંચ્યા હતા. તિરુવનંતપુરમમાં શાસક CPI(M)ના મુખ્યાલય પર કથિત હુમલાને લઈને રાજ્યમાં તણાવ વચ્ચે રાહુલ ગાંધીની મુલાકાત માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: EDએ સત્યેન્દ્ર જૈનના વધુ બે નજીકના મિત્રોની ધરપકડ કરી, આ છે આરોપો